સુરતઃ બીજી દીકરીનો જન્મ થતા ડોક્ટર પરિવારે ઢોલ-નગારા સાથે કર્યું સ્વાગત

બીજી દીકરીનો જન્મ થતા પરિવારજનોએ હોંશભેર તેના વધામણા કર્યા હતા. 
 

સુરતઃ બીજી દીકરીનો જન્મ થતા ડોક્ટર પરિવારે ઢોલ-નગારા સાથે કર્યું સ્વાગત

ચેતન પટેલ/સુરતઃ દેશભરમાં સરકાર બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવી રહી છે. પરંતુ ઘણીવાર દીકરીની ઉપેક્ષા કરવામાં આવતી હોય છે. ઘણા માતા-પિતા પુત્ર જન્મની આશા પણ રાખતા હોય છે. ત્યારે સુરતના કતારહામમાં રહેતા એક પરિવારને ત્યાં બીજી દીકરીનો જન્મ થતા પરિવારજનોએ તેને વધારી લીધી હતી. ઢોલ-નગારા સાથે આ દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે સોસાટયીને પણ રંગોળીથી સજાવવામાં આવી અને દીકરીને ઘરે લાવવામાં આવી હતી. 

દીકરી મારી વ્હાલનો દરિયો કહેવતને સાર્થક કિસ્સો સુરતમાં સામે આવ્યો હતો. શહેરના કતારગામમાં રહેતા નિલેશ વિરાણી એક તબીબ તરીકે ફરજ બજાવે છે. તેમને એક ત્રણ વર્ષની પુત્રી પણ છે. ત્યારબાદ તેમના ઘરે બીજી પુત્રીની પ્રાપ્તી થઈ હતી. આ દીકરીનું નામ તેમણે હેની રાખ્યું અને તેના જન્મને વધારી લીધો હતો. દીકરીનો જન્મ થતા પરિવાર ખુશખુશાલ જણાતો હતો. હેનીના જન્મના ઉત્સાહમાં પરિવારજનોએ સોસાયટીમાં ઢોલ-નગારા સાથે ભવ્ય વરઘોડો કાઢ્યો હતો. આ સાથે સોસાયટીમાં રંગોળી પણ કરવામાં આવી હતી. આ વરઘોડામાં સોસાયટીના તમામ લોકો જોડાયા હતા. ત્યારબાદ જમણવાર પણ રાખવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news