ચોકીદાર હી ચોર નિકલા...લોકોએ નકલી ઘરેણાં મૂકી સુરતની આ બેંક પાસેથી અસલી રૂપિયાનો કર્યો ખેલ!
આમ તો છેતરપીંડીના કિસ્સાઓ જોયા અને સાંભળ્યા હશે. આપ સૌ એક જાહેરાત પણ જોઈ હશે જેમાં બેન્કમાં એક બંદૂકની અળીએ લૂંટ ચલાવે છે. અને લૂંટ ચલાવનારા બેન્કનો વોચમેન જ નીકળે છે. એટલે કહે છે કે ચોકદાર હી ચોર નિકલા. આવો જ એક કિસ્સો સુરત જિલ્લામાં સામે આવ્યો છે.
Trending Photos
સંદીપ વસાવા/કીમ: બેન્ક ઓફ બરોડાના ચેકરે ગ્રાહકો સાથે મળી છેતરપિંડી કરવાની ઘટના સામે આવી છે. ડુપ્લીકેટ સોનાના ઘરેણાંના સાચા હોવાનું સર્ટિફિકેટ આપી ઘરેણાં પર લોનના રૂપિયા લઈ લેતા હતા. બેંક ઈન્સ્પેકસન ઘરેણાંની ચકાસણી કરવામાં આવતા ખોટું સોનું હોવાનું સામે આવતા પોલીસે સમગ્ર મામલે આરોપીએ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
આમ તો છેતરપીંડીના કિસ્સાઓ જોયા અને સાંભળ્યા હશે. આપ સૌ એક જાહેરાત પણ જોઈ હશે જેમાં બેન્કમાં એક બંદૂકની અળીએ લૂંટ ચલાવે છે. અને લૂંટ ચલાવનારા બેન્કનો વોચમેન જ નીકળે છે. એટલે કહે છે કે ચોકદાર હી ચોર નિકલા. આવો જ એક કિસ્સો સુરત જિલ્લામાં સામે આવ્યો છે. ઓલપાડની કીમ ગામે આવેલ બેન્ક ઓફ બરોડા દ્વારા સોનાની ઘરેણાંની પરખ માટે એક વેલ્યુઅર એટલે કે સોનીને હાયર કરવામાં આવ્યો હતો. બેંકમાં જ્યારે કોઈ ગ્રાહક સોનાના ઘરેણાં પર લોન પર રૂપિયા લેવા આવે ત્યારે વેલ્યુઅર ચેકર દ્વારા તેની કિંમત આંકવામાં આવે છે.
સમગ્ર કિસ્સામાં ભાંડો ત્યારે ફૂટે છે જ્યારે બેન્કની ઓડિટ આવે છે અને બેંકના મેનેજર દ્વારા અન્ય વેલ્યુઅરને ઘરેણાં ચકાસણી માટે બોલાવવામાં આવે છે. ચકાસણી દરમ્યાન સોનુ ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે બેન્ક મેનેજર દ્વારા અન્ય ઘરેણાંઓની ચકાસણી કરવામાં આવતા મુખ્યત્વે ઘરેણાઓ ખોટા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે બેન્ક મેનેજર દ્વારા સમગ્ર મામલે બેન્કના વેલ્યુઅર તેમજ ગ્રાહકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
બેન્ક મેનરેજ દ્વારા કીમના ચેકર સુરેશ એસ સોની સહિત 18 જેટલા ગ્રાહકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. કુલ 89 લાખથી વધુ રકમ અંગે છેતરપીંડીનો ગુનો નોંધી કીમ પોલીસ દ્વારા અગાઉ 8 જેટલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર ગુનાનો મુખ્ય આરોપી સુરેશ સોની નાસતો ફરતો હતો. જેને કીમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. કીમ પોલીસે સમગ્ર મામલે સુરેશ સોનીને ઝડપી પાડી જેલ ના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે