સુરત: કાપોદ્રામાં લારીવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવતા ASI અને TRB જવાન ઝડપાયા

શહેરમાં છેલ્લા લાંબા સમયથી ટ્રાફિક પોલીસની મદદ માટે તહેનાત કરવામાં આવેલા ટીઆરબી (TRB) જવાન સતત વિવાદમાં આવી રહ્યા છે. આવી સ્થિતી વચ્ચે રૂપિયા લેતા હોવાની અનેક ફરિયાદ સામે આવી છે. બીજી તરફ એક ફ્રૂટનો છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી લાંચ લેતા ટ્રાફિક ASI અને ટીઆરબી જવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે. એસીબી દ્વારા છટકુ ગોઠવીને બંન્ને 1 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સુરત પોલીસમાં સતત કોઇ પણ કામ માટે રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાની ફરિયાદો આવી છે.
સુરત: કાપોદ્રામાં લારીવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવતા ASI અને TRB જવાન ઝડપાયા

સુરત : શહેરમાં છેલ્લા લાંબા સમયથી ટ્રાફિક પોલીસની મદદ માટે તહેનાત કરવામાં આવેલા ટીઆરબી (TRB) જવાન સતત વિવાદમાં આવી રહ્યા છે. આવી સ્થિતી વચ્ચે રૂપિયા લેતા હોવાની અનેક ફરિયાદ સામે આવી છે. બીજી તરફ એક ફ્રૂટનો છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી લાંચ લેતા ટ્રાફિક ASI અને ટીઆરબી જવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે. એસીબી દ્વારા છટકુ ગોઠવીને બંન્ને 1 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સુરત પોલીસમાં સતત કોઇ પણ કામ માટે રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાની ફરિયાદો આવી છે.

ખાસ કરીને ટ્રાફિક પોલીસની મદદ માટે રખાયેલા ટીઆરબી જવાનો ખુલ્લેઆમ લૂંટ ચલાવતા હોવાની અને દાદાગીરી અંગે અનેકવાર વિવાદમાં આવતા રહે છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં શાકભાજીની ફળફ્રૂટની લારી લગાવતા લોકો પાસેથી ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાન દ્વારા મહિને 1000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદના પગલે એસીબી દ્વારા ટ્રેપ ગોઠવાયું હતું. જેમાં એક જાગૃત નાગરિક દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો.

જાગૃત નાગરિક પોતાની લારીમાં ફ્રુટ ભરીને હીરાબાગ ચાર રસ્તાથી કાપોદ્રા ચાર રસ્તા વચ્ચેના જાહેર રસ્તા પર ફ્રૂટની લારી લઇને ફ્રૂટની લારી લઇને ફ્રૂટ ધંદો કરે છે. જેથી ટ્રાફિક ASI અને TRB જવાનો જાહેર રસ્તા પર લારી રાખી ધંધો કરવાની અવેજમાં મહિને 1000 રૂપિયાનો હપ્તો લેતા હતા. આરોપી ટ્રાફિક શાખાના રાકેશ ફતેસીંગ ચૌધરીને મળતા તેઓએ હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા આરોપી ટીઆરબી જવાન સનેશ કનૈયાલાલ કુશવાહાને આપવા જણાવ્યું હતું. એસીબી પોલીસ ઇન્સપેક્ટર એસ.એન દેસાઇએ છટકું ગોઠવ્યું તું. જેમાં 1000 રૂપિયા લાંચની રકમ સ્વિકારીને એકબીજાની મદદથી ગુનો કર્યો હોવાથી અટકાયત કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news