સમગ્ર દેશમાં ફરી એકવાર ડાયમંડ સીટી સુરતનો ડંકો વાગ્યો; 100 સ્માર્ટ સિટિઝમાં સુરત નંબર-1, તો અમદાવાદ 6ઠ્ઠા સ્થાને

dynamic rank category: સુરતમાં કોયલી ખાડી રિડેવલમપેન્ટ, આઇટીસીએસ, પીપીપી ધોરણે આંજણા, અલથાણ, ડુંભાલ ટેનામેન્ટ રિડેવલપમેન્ટ, સ્કાડા, ફ્રેન્ચવેલ તથા આઉટડોર ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ સહિતની કામગીરી ચાલી રહી છે. આ સિવાય વિવિધ પ્રકલ્પો સાકાર કરવાની યોજના પણ ચાલી રહી છે. 

સમગ્ર દેશમાં ફરી એકવાર ડાયમંડ સીટી સુરતનો ડંકો વાગ્યો; 100 સ્માર્ટ સિટિઝમાં સુરત નંબર-1, તો અમદાવાદ 6ઠ્ઠા સ્થાને

ચેતન પટેલ/સુરત: ડાયમંડ સીટી સુરત ફરી એકવાર દેશનું નંબર વન સ્માર્ટ સિટી બન્યું છે. ભારત સરકારે તમામ સ્માર્ટ સિટીમાં ડાઇનેમિક રેન્કિંગના આધારે સુરતને પહેલો ક્રમ આપ્યો છે. જે દરેક ગુજરાતીઓ માટે ગર્વની વાત કહી શકાય તેમ છે. દેશનાં 100 સ્માર્ટ સિટિઝમાં સુરત નંબર.1, તો અમદાવાદ 6ઠ્ઠા સ્થાને સ્થાન મળ્યું છે.  ભારત સરકાર તમામ સ્માર્ટ સિટીમાં ડાઇનેમિક રેન્કિંગ પ્રોજેક્ટ, ગ્રાન્ટ વપરાશ જેવા માપદંડ આધારે નક્કી કરતું હોય છે. સુરતમાં 2936 કરોડના 81માંથી 69 પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે. જેમાં વહીવટી કામગીરી, નાણાકીય બાબત તેમજ પ્રોજેકટ પૂર્ણ કરી અમલીકરણ જેવા પરફોમન્સ આધારિત ગુણને ધ્યાનમાં લેવાયા હતા.

મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ડાઇનેમિક રેન્કિંગમાં 128.80 સ્કોર સાથે સુરત ટોચના ક્રમે છે, જ્યારે 120.39 સ્કોર સાથે આગ્રા બીજા ક્રમે, 119.18 સ્કોર સાથે વારાણસી ત્રીજા ક્રમે, 117.05 સ્કોર સાથે ભોપાલ ચોથા ક્રમે અને 117.77 સ્કોર સાથે ઇન્દોર પાંચમા ક્રમે છે. 105.25 સ્કોર સાથે અમદાવાદ છઠ્ઠા ક્રમે છે. ડાઇનેમિક રેન્કિંગમાં ટોચના દસ શહેરોમાં સુરત અને અમદાવાદ સિવાય રાજ્યના એક પણ શહેરનો સમાવેશ થયો નથી. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 50 ટકા, રાજ્ય સરકાર દ્વારા 25 ટકા અને સુરત મહાનગરપાલિકા દ્વારા 25 ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે. સુરત સ્માર્ટ સિટીએ આ પૈકી 75 ટકાથી વધુ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. 

2936 કરોડના 81માંથી 69 પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા
સુરત સ્માર્ટ સિટી અંતર્ગત રૂ. 2936 કરોડના 81માંથી 69 પ્રોજેક્ટ થઇ ગયા છે. કિલ્લાના રેસ્ટોરેશનની પહેલા તબક્કાની કામગીરી, એઆઇસી સુરતી આઇલેબ, એલઇડી સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ અને સ્માર્ટ મોનિટરિંગ સિસ્ટમ, સોલાર અને વિન્ડ પાવર પ્લાન્ટ, બાયોગેસ પ્લાન્ટ, સોલિડ વેસ્ટ વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ, સુરત મની કાર્ડ, સુમન આઇ, બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમ, 3958 આવાસો, આંજણા, ડિંડોલી ખાતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 24 કલાક પાણી પુરવઠા માટે વોટર મીટરિંગ, રેઇન વોટર રિચાર્જ, વીઆઇપી મોડલ રોડ, કેનાલ કોરિડોર સહિતના પ્રોજેક્ટ સાકાર થઇ ચૂક્યા છે. આ સિવાય સ્માર્ટ સિટી યોજના અંતર્ગત હાલમાં રૂ. 1145 કરોડના 12 પ્રોજેક્ટ કાર્યરત છે, જે પૈકી કિલ્લાના રેસ્ટોરેશનની બીજા તબક્કાની કામગીરી ટૂંક સમયમાં પૂરી થશે. 

સુરતમાં કોયલી ખાડી રિડેવલમપેન્ટ, આઇટીસીએસ, પીપીપી ધોરણે આંજણા, અલથાણ, ડુંભાલ ટેનામેન્ટ રિડેવલપમેન્ટ, સ્કાડા, ફ્રેન્ચવેલ તથા આઉટડોર ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ સહિતની કામગીરી ચાલી રહી છે. આ સિવાય વિવિધ પ્રકલ્પો સાકાર કરવાની યોજના પણ ચાલી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news