શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલન
Stock Markets Crash: શેર માર્કેટના મોટા ગાબડાની પાછળ FIIs માં વેચાનારી અને ઈન્વેસ્ટર્સની પૈનિક સેલિંગની સાથે નબળા ત્રિમાસિક પરિણામ છે, માર્કેટમાં થયેલા મોટા કડાકાની પાછળ કેટલાક કારણ છે
Trending Photos
Stock Markets Crash: ઘરેલુ શેર માર્કેટમાં વેચાણથી ઈન્વેસ્ટમેન્ટ અને ટ્રેડર્સમાં જબરદસ્ત મોટો ઘટાડો જોવા મળ્યો. બુધવારે માર્કેટ સતત 5 માં દિવસે ઘટાડાની સાથે બંધ થયું. નિફ્ટી સાડા ચાર મહિનાના નીચલા સ્તર પર પહોંચી ગયું છે. આજના કારોબારમાં નિફ્ટી 324 અંક ઘટીને 23,559 પર બંધ થયું. સેન્સેક્સ 984 અંક ઘટીને 77,690 પર બંધ થયું, નિફ્ટી બેંક 1069 અંક ઘટીને 50,088 પર બંધ થયું. ઈન્વેસ્ટર્સને 8,28,393 કરોડનું મોટું નુકસાન થયું છે.
માર્કેટના કડાકા પર એક નજર
માર્કેટ ગુરુ અનિલ સિંઘવીએ કહ્યું કે, માર્કેટમાં ઘટાડાનો ત્રીજો સમય ચાલી રહ્યો છે. પહેલો સમય FIIs ના વેચાણ સાથે શરૂ થયો હતો. બીજો સમય નબળા ત્રિમાસિક પરિણામોને પગલે આવ્યો હતો અને હવે ત્રીજામાં રિટેલ ઈન્વેસ્ટર્સ અને HNIs ની તરફથી પેનિક સેલિંગના પગલે સેન્સેક્સમાં મોટો કાડકો જોવા મળ્યો છે. ઘરેલુ ફંડ જે વેચી રહ્યાં છે, તેમને FIIs ના વેચાણનો સામનો કર્યો છે. હવે આ પેનિક સેલિંગ પાછળ એ કારણ છે કે, ત્રિમાસિક પરિણામોથી માર્કેટમાં સપોર્ટ મળ્યો નથી.
તેમણે જણાવ્યું કે, માર્કેટમાં ચોથું ટ્રિગર અમેરિકાની તરફથી આવ્યું. જો માર્કેટ આગળ પણ ધડામ કરીને પડે છે, તો તેની પાછળ ગ્લોબલ ટ્રિગર હશે. એ જોવાની બાબત છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ અમેરિકાના માર્કેટમાં કેટલી તેજી આવે છે, અને અન્ય કોઈ માર્કેટમાં તેની કેટલી અસર થાય છે. જો હવે અમેરિકન માર્કેટમાં સ્થિતિ બગડે છે, તો સમગ્ર ગ્લોબલ માર્કેટમાં તેની મોટી અસર જોવા મળી શકે છે, ઘરેલુ માર્કેટમાં મોટો ઘટાડો આવી શકે છે.
તેમણે બુધવારે થયેલા મોટા કડાકાની પાછળ મેટલ, ઓટો અને પીએસયુના શેરમાં આવેલું નુકસાન જણાવ્યું છે. આ સેક્ટરમાં આજે 2 ટકાથી વધારાનો કડાકો બોલાયો છે. આ સાથે જ માર્કેટ ગુરુએ જણાવ્યું કે, ઈન્વેસ્ટર્સ 23,500-23750 ની રેન્જમાં 1-2 વર્ષના નજરિયાથઈ થોડું ઈન્વેસ્ટ કરીને ચાલી શકીએ છીએ.
માર્કેટના ઘટાડા પાછળ શું કારણ છે
જેમ કે અમે જણાવ્યું, માર્કેટમાં આમ તો ઘટાડાની પાછળ FIIs ના વેચાણ અને ઈન્વેસ્ટર્સની પેનિક સેલિંગની સાથે નબળા ત્રિમાસિક પરિણામ છે. બુધવારે માર્કેટમાં આવેલા ઘટાડાના અન્ય બીજા કારણ પણ છે.
1. નિફ્ટી બુધવારે પોતાના 200=DEMA થી નીચે આવું ગયું છે. નિફ્ટીમાં 23,500 નું લેવલ જુન-જુલાઈની બાદ જોવા મળ્યું છે. આવામાં માર્કેટ ટેકનિકલ આધાર પર બેયરિશ ઝોનમાં આવી ગયું છે.
2. અમેરિકામાં ઈકોનોમિક ડેટા પર નજર કરીએ તો, આજે સીપીઆઈના આંકડા આવવાના છે. મોંધવારીના આંકડા બહુ જ મહત્વના છે. કારણ કે, તેનાથી US Federal Reserve Bank નો રેટ કટ પર વલણ નક્કી થશે કે, આગળ કેટલા અને ક્યારે રેટ કટ આવશે. જો મોંઘવારી વધીને આવે છે તો રેટ ઓછો થઈ જશે. જેનાથી ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં વધારો થશે. તેનાથી વિદેશી ઈન્વેસ્ટર ઈમર્જિંગ માર્કેટથી રૂપિયા કાઢીને યીલ્ડ જેવા સેફ ઓપ્શનમાં કમાણી કરવાનું પસંદ કરશે.
3. આ ઉપરાંત યુએસમાં ટ્રમ્પની સરકાર બની રહી છે. ટ્રમ્પ પોતાની કેબિનેટ તૈયાર કરી રહ્યાં છે. અને ટ્રમ્પ શાસનની છબી ચીનના માર્કેટની વિરુદ્ધની રહી છે, પરંતું તેના એ વલણથી ઈમર્જિંગ માર્કેટ માટે પણ તકલીફો આવી શકે છે, જે માર્કેટનો મૂડ ખરાબ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે