સુરત: સુર્યા મરાઠી હત્યા કેસમાં આરોપીનું કારસ્તાન, સિવિલ તબીબે ફરિયાદ નોંધાવી
Trending Photos
સુરત : સુર્યા મરાઠી હત્યા કેસમાં લાજપોર જેલમાં રહેલા રાહુલ ઉર્ફે એપાર્ટમેન્ટ હાલમાં જેલમાં છે. અગાઉ પેરોલ જમ્પ કરીને ફરાર થઇ જનારા એપાર્ટમેન્ટે નવુ કારસ્તાન કર્યું છે. તેનું આ કારસ્તાન બદલ સિવિલ હોસ્પિટલના આરએમઓએ રાહુલ અને તેની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં વેડરોડના કુખ્યાત ગણાતા સુર્યા મરાઠીનું તેના જ સાગરિત હાર્દિક રાહુલ એપાર્ટમેન્ટ અને અન્ય સાગરિતોની મદદથી કાળ કાઢી નાખ્યું હતું.
પત્ની ઓપરેશન કરાવવાના બહાને 30 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. જો કે કોર્ટના આદેશ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં રાહુલનો ભાંડો ફુટી જતા નવી સિવિલ હોસ્પિટલના આરએમઓએ ગઇકાલે રાહુલ એપાર્ટમેન્ટ અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી.
આરોપી રાહુલ ઉર્ફે એપાર્ટમેન્ટ ભાઇદાસ પીપળે હાલમાં સુર્યા મરાઠી હત્યા કેસમાં લાજપોર જેલમાં છે. દરમિયાન રાહુલ એપાર્ટમેન્ટે તેની પત્ની કાજોલને ઓપરેશન કરાવવાનું હોવાના કારણે 30 દિવના વચગાળા જામીન પર છુટવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જે માટે કાજલે નવી સિવિલ હોસ્પિટલ કેસ કઢાવવો હતો. તમામ ડોક્યુમેન્ટ સાથે કોર્ટ તેમજ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર સરલ ગુણવંતરાય ભાટીયાના નામનો ઉપયોગ કર્યો હતો. આ કાર્યવાહી ગત તારીખ 25 જુલાઇથી 4 ઓગ્ટ દરમિયાન કરવામાં આવી હતી.
જો કે કોર્ટ દ્વારા આ અંગે ચોકબજાર પોલીને તપાસનો આદેશ આપ્યો હતો. આ અંગે ફરિયાદ કરવામાં આવતા ચોકબજાર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા રાહુલ એપાર્ટમેન્ટ અને તેની પત્ની કાજલ દ્વારા ખોટા પુરાવા એકત્ર કરવામાં આવ્યા હોવાનો ભાંડો ફુટી ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે