#ZeeNewsWorldExclusive: જાણો દાઉદની 'હયાત'નું સત્ય, ભારત વિરૂધ્ધ ઝેરી 'બોલ'

Zee News એ દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim)ની પાકિસ્તાની પ્રેમિકા વિશે મોટો ખુલાસો કર્યો છે. દાઉદની પ્રેમિકા પાકિસ્તાની અભિનેત્રી મહવિશ હયાત (Mehwish Hayat) ભારત વિરોધી દુષ્પ્રચારમાં સામેલ રહી છે.

#ZeeNewsWorldExclusive: જાણો દાઉદની 'હયાત'નું સત્ય, ભારત વિરૂધ્ધ ઝેરી 'બોલ'

નવી દિલ્હી: Zee News એ દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim)ની પાકિસ્તાની પ્રેમિકા વિશે મોટો ખુલાસો કર્યો છે. દાઉદની પ્રેમિકા પાકિસ્તાની અભિનેત્રી મહવિશ હયાત (Mehwish Hayat) ભારત વિરોધી દુષ્પ્રચારમાં સામેલ રહી છે. મહવિશ હયાતે કાશ્મીરને લઇને પાકિસ્તાની પ્રોપેંગેંડા ફેલાવવામાં મદદ કરી છે. મહવિશે એવા ટ્વિટ કર્યા જેમાં તેને કાશ્મીરને લઇને ભારતીય સેના વિરૂદ્ધ દુષ્પ્રચાર કર્યો. મહવિશે કાશ્મીરના લોકોને ભારત વિરૂધ્ધ ઝેર ભરવાનો પ્રયત્ન કર્યો. 

મહવિશ હયાત (Mehwish Hayat) એ એક ટ્વિટમાં લખ્યું 'દુનિયા દિવાળી ઉજવે છે- રોશનીનો તહેવાર, કશ્મીર લઇને એક વિચાર આવે છે કે ત્યાં અંધારા સિવાય કશું જ નથી. યાદો કે જ્યારે તમે એક મિણબત્તી પ્રગટાવો છો તો એક પડછાયો પણ બને છે. આવા ખરાબ સમયમાં કાશ્મીરના લોકોને આપણે ન છોડી શકીએ. 

મહવિશ હયાત (Mehwish Hayat)નું સત્ય છે કે તેણે આતંકવાદનું સમર્થન કર્યું. મહવિશ હયાત (Mehwish Hayat) 1993ના બોમ્બ બ્લાસ્ટના ગુનેગારની નજીક છે. દાઉદની મહેરબાનીથી 'તગમા એ ઇમ્તિયાઝ' ખિતાબ મહવિશ હયાતને મળી ચૂક્યો છે. મહવિશ હયાત (Mehwish Hayat) દાઉદના નજીક બાદ આઇટમ ગર્લમાંથી હિટ હીરોઇન બની. 

અત્રે ઉલ્લેખનીય છે કે તેની શરૂઆત 2019થી થઇ. જ્યારે પાકિસ્તાનની ફિલ્મોમાં કામ કરનાર એક અભિનેત્રીને ત્યાંના એક મોટા નાગરિક સન્માન તમગા-એ-ઇમ્તિયાઝ દ્વારા સન્માનિત કરવામાં આવી. 37 વર્ષની મહવિશ હયાતને થોડા વર્ષ પહેલાં કોઇ જાણતું ન હતું. પરંતુ આજની તારીખમાં તે પાકિસ્તાનની મીડિયા અને ગ્લેમર ઇંડસ્ટ્રીનો મોટો ચહેરો બની ગયો છે. 

2019માં જ્યારે મહવિશ હયાત (Mehwish Hayat)ને તમગા-એ-ઇમ્તિયાઝ આપવામાં આવ્યો તો ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યા કે એક અજાણ્યા અને સરેરાશ દરજ્જાની અભિનેત્રીએ એવું શું કરી દીધું કે તેને આટલું મોટું સન્માન આપવામાં આવ્યું. ત્યારબાદ એક વેબ પોર્ટ પર આ સમાચાર છપાયેલા કે મહવિશને સન્માન આપવામાં આવતાં પાકિસ્તાનની ફિલ્મ ઇંડસ્ટ્રી હેરાન છે. આગળ લખ્યું કે શું મહવિશને તમગા-એ-ઇમ્તિયાઝ એટલા માટે આપવામાં આવ્યો કારણ કે તેમણે ખરેખર ફિલ્મ ઇંડસ્ટ્રી માટે આટલું કામ કર્યું છે અથવા પછી એટલા માટે કારણ કે તેમના સંબંધ કરાંચીમાં રહેનાર કોઇ એવા શક્તિશાળી વ્યક્તિ સાથે છે. જોકે પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી પાકિસ્તાન-તહરીક-એ ઇન્સાફ એટલે PTI ખૂબ નજીક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news