Surat: અનોખી સંસ્થા લોકોને અંગદાનનું મહત્વ સમજાવી કરાવે છે દાન, સુરતને બનાવ્યું અવ્વલ

અંગદાન (Organ donation) દુનિયાનું સૌથી મહત્વનું દાન છે અને એક વ્યક્તિના અંગદાન (Organ donation)થી અનેક લોકોને નવી જીંદગી આપી શકાય છે. ત્યારે ગુજરાતમાં અંગદાન (Organ donation)માં અગ્રેસર એવું સુરત કિડની (Kidney) દાનમાં પણ અગ્રેસર છે. જે દરેક સુરતીઓ માટે ગર્વની બાબત છે. સુરતથી અત્યાર સુધી ૩૭૯ કિડની (Kidney)નું દાન કરી લોકોને નવજીવન અપાયું છે. 
Surat: અનોખી સંસ્થા લોકોને અંગદાનનું મહત્વ સમજાવી કરાવે છે દાન, સુરતને બનાવ્યું અવ્વલ

ચેતન પટેલ/સુરત : અંગદાન (Organ donation) દુનિયાનું સૌથી મહત્વનું દાન છે અને એક વ્યક્તિના અંગદાન (Organ donation)થી અનેક લોકોને નવી જીંદગી આપી શકાય છે. ત્યારે ગુજરાતમાં અંગદાન (Organ donation)માં અગ્રેસર એવું સુરત કિડની (Kidney) દાનમાં પણ અગ્રેસર છે. જે દરેક સુરતીઓ માટે ગર્વની બાબત છે. સુરતથી અત્યાર સુધી ૩૭૯ કિડની (Kidney)નું દાન કરી લોકોને નવજીવન અપાયું છે. 

આજે વિશ્વ કિડની (Kidney) દિવસ છે અને આધુનિક સમયમાં કિડની (Kidney)ના રોગો વધી રહ્યા છે, ત્યારે તે અંગે લોકોમાં સાચી સમજ કેળવાય અને લોકો જાગૃત થઈને કિડની (Kidney)ની સારસંભાળ માટે સજ્જ થાય તે માટે વિશ્વમાં દર વર્ષે કિડની (Kidney) દિવસ ઊજવવામાં આવે છે. ત્યારે સુરતના લોકોની દયા ભાવના એ અનેક વ્યક્તિઓનો જીવ બચાવ્યો છે. સુરત કિડની (Kidney) દાનમાં રાજ્યમાં પ્રથમ છે અને સુરતથી ૩૭૯ કિડની (Kidney) ડોનેશન કરાઈ છે. અમદાવાદ કિડની (Kidney) ટ્રાન્સપ્લાન્ટ ઈન્સ્ટિટ્યૂટ ખાતે આ કિડની (Kidney) ટ્રાન્સપ્લાન્ટ કરાઈ છે. આ માટે સુરતમાં એક સંસ્થા અંગદાન (Organ donation) માટે વર્ષોથી કામ કરી રહી છે. મહત્વની વાત એ છે કે ગુજરાતમાં સૌપ્રથમ ઈન્ટરસિટી કિડની (Kidney) ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત વર્ષ ૨૦૦૬માં સુરતથી જ થઈ હતી.

ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ કહ્યું કે, ઇન્ટરસિટી ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત બાદ અને શહેરોમાં જાગૃતિ જોવા મળી રહી છે. જોકે લોકોએ કિડની (Kidney) ફેઈલયોરના કારણો જાણી તેના વિશે જાગૃતિ કેળવવી જોઈએ. વડોદરા, આણંદ અને રાજકોટથી પણ લોકો પરિવારના સભ્યોની કિડની (Kidney) દાન કરી રહ્યા છે. જો કે સુરતમાં ડાયાલિસિસ માટે ૧૪ થી વધારે કેન્દ્રો છે. જેમાંથી અનેક સેન્ટરો નિ:શુલ્ક ડાયાલિસિસ કરે છે અને હાલ આશરે ૧ હજારથી વધુ લોકો ડાયાલિસીસ કરાવી રહ્યા છે. વિદ્યાર્થી, બીપીએલ કાર્ડ ધારક અને જરૂરિયાતમંદોને નિઃશુલ્ક કિડની (Kidney) ટ્રાન્સપ્લાન્ટ થાય છે. જ્યારે અન્ય કેસોમાં આ ખર્ચ ચાર લાખ સુધીનો થાય છે. જેમાં અઢી લાખથી ઓછા ઈન્કમ ધારકોને એક લાખની સહાયતા મુખ્યપ્રધાન અને દોઢ લાખની આર્થિક સહાયતા વડાપ્રધાન ફંડ માંથી મળે છે. 

કિડની (Kidney) ટ્રાન્સપ્લાન્ટને કારણે નવજીવન મળ્યું હોય છે તે તેનું મહત્વ વધારે સારી રીતે સમજે છે. શહેરના વેપારી મનીષ ગાંધીને ભુપેન્દ્ર વટનાળાના પિતા રમેશભાઈની બન્ને કિડની (Kidney) ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. એક સમયે અજાણ્યા આ બે પરિવારો આજે એકદમ નજીકના અને ખાસ બની ગયા છે. મનીષભાઈ અને ભુપેન્દ્રભાઈ વચ્ચે પિતાને પુત્ર જેવા સંબંધો છે. મનીષભાઈ એ કહ્યું કે, ભુપેન્દ્રભાઈના પિતા અને તેમના પરિવારના અંગદાન (Organ donation)ના નિર્ણયને કારણે આજે મને નવજીવન મળ્યું છે. હું આજીવન તેમનો ઋણી રહીશ. હું મારા ગણપતિ એક પ્રસંગમાં તેમને બોલાવું છું. મહેન્દ્ર ભાઈએ કહ્યું કે હું જ્યારે પણ તેમને મળું છું ત્યારે લાગે છે કે હું મારા પિતાને મળી રહ્યો છું. બન્નેના કહેવા મુજબ રક્તદાન એ મહાદાન છે લોકોએ તે અંગે જાગૃતિ કેળવી અન્ય લોકોનો જીવ બચાવવા આગળ આવવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news