SURAT: પોતાની મહિલા મિત્ર સાથે પોલીસ કર્મચારી LIVE VIDEO માં ભુલ્યો ભાન, કરી એવી હરકતો કે...

શહેરના નાગરિકો બાદ પોલીસ પણ વિવાદોમાં રહેવા માંગતી હોય તેવી ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મચારીના કારણે વિવાદ પેદા થયો છે. છેલ્લા ચાર દિવસથી પોલીસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોલીસ કર્મી વર્દી સાથે પોતાની મહિલા મિત્ર સાથે ગાડીમાં ફિલ્મી ગીતોમાં રોમેન્ટીક વીડિયો બનાવ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે સમગ્ર મુદ્દે વિવાદ સર્જાયો છે. 

SURAT: પોતાની મહિલા મિત્ર સાથે પોલીસ કર્મચારી LIVE VIDEO માં ભુલ્યો ભાન, કરી એવી હરકતો કે...

સુરત : શહેરના નાગરિકો બાદ પોલીસ પણ વિવાદોમાં રહેવા માંગતી હોય તેવી ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મચારીના કારણે વિવાદ પેદા થયો છે. છેલ્લા ચાર દિવસથી પોલીસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોલીસ કર્મી વર્દી સાથે પોતાની મહિલા મિત્ર સાથે ગાડીમાં ફિલ્મી ગીતોમાં રોમેન્ટીક વીડિયો બનાવ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે સમગ્ર મુદ્દે વિવાદ સર્જાયો છે. 

સુરત મહીધરપુરા પોલીસ સ્ટેશનના એક સિનિયર પોલીસ કર્મચારીઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ચર્ચાનો વિષય બન્યો છે. મહિલા મિત્ર સાથે એક નહી પરંતુ 40 જેટલા વીડિયો બનાવ્યા છે. આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. મોડી રાત્રે પોતાની મહિલા મિત્ર સાથે ફોર વ્હીલમાં ફિલ્મી ગીતો સાથે મોજ મસ્તીનો વીડિયો બનાવનાર આ સીનિયર પોલીસ કર્મચારી અગાઉ પણ અનેક વાર વિવાદોમાં રહી ચુક્યા હોવાનું પણ મહિધરપુરા પોલીસ સ્ટાફ ગણગણી રહ્યો છે. મહિલા મિત્રની સંગતમાં આ પોલીસ કર્મચારી પોતાની વર્દીની મર્યાદા પણ ભુલ્યો હતો.


(પોલીસ કર્મચારીનો વાયરલ વીડિયો)

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ હોમગાર્ડની વર્દીમાં એક મહિલા કર્મચારીએ વીડિયો બનાવ્યો હતો. જે વાયરલ થયા બાદ તપાસના આદેશ અપાયા હતા. મહિલા પર દોષ સાબિત થતા તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી. તેવામાં પોલીસ કર્મચારીનો આ વીડિયો વાયરલ થયા બાદ તત્કાલ કાર્યવાહી કરવામાં આવે તે જરુરી બન્યું છે. સુરત પોલીસમાં જાણે વારંવાર વિવાદોમાં રહેવાનું ચલણ હોય તેમ કોઇને કોઇ કર્મચારી વિચિત્ર હરકતો કરીને દર વખતે સુરત પોલીસનું નામ કપાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news