Uttarakhand: Tirath Singh Rawat એ CM પદેથી આપ્યું રાજીનામું, 4 મહિના પહેલા જ થઈ હતી તાજપોશી
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે રાજ્યપાલ બેબી રાની મૌર્યને મળીને પોતાનું રાજીનામું સોંપી દીધુ.
Trending Photos
દહેરાદૂન: ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે રાજ્યપાલ બેબી રાની મૌર્યને મળીને પોતાનું રાજીનામું સોંપી દીધુ. રાજીનામું આપી દીધા બાદ તેમણે સીએમ બનવાની તક આપવા બદલ પાર્ટી હાઈ કમાનનો આભાર વ્યક્ત કર્યો.
પાર્ટી નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો
તીરથ સિંહ રાવતે કહ્યું, 'હું પીએમ મોદી, પાર્ટીના રાષ્ટ્ર અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કરું છું. કેન્દ્રીય નેતૃત્વ સમય સમય પર મને તક આપી. તે બદલ હું પાર્ટી હાઈ કમાનનો આભાર માનું છું.'
Uttarakhand Chief Minister Tirath Singh Rawat submits his resignation to Governor Baby Rani Maurya pic.twitter.com/MaDr5C1cB4
— ANI (@ANI) July 2, 2021
અત્રે જણાવવાનું કે ઉત્તરાખંડમાં નવા મુખ્યમંત્રી આવશે તે નક્કી થઈ ગયું છે. ભાજપના રાજ્ય વિધાનમંડળ દળની બેઠક આજે યોજાવવાની છે. જેમાં નવા સીએમ ચહેરાની જાહેરાત થઈ શકે છે.
નરેન્દ્ર સિંહ તોમર રહેશે હાજર
સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ વિધાનસમંડળ દળની શનિવારે દહેરાદૂનમાં બેઠક થશે. જેમાં પર્યવેક્ષક તરીકે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર હાજર રહેશે. આ બેઠકમાં રાજ્યના નવા સીએમના નામની જાહેરાત થશે.
આ બે નેતાઓના નામ સીએમ પદની રેસમાં
સૂત્રોના જણાવ્યાં મુજબ નવા સીએમ રાજ્યના વિધાયકોમાંથી જ પસંદ કરાશે. ભાજપ સૂત્રોનું કહેવું છે કે ઉત્તરાખંડમાં અનુભવી ચહેરાને જ કમાન સોંપવામાં આવશે. આમ કરીને ભાજપ નેતૃત્વ આ વખતે પણ ઉત્તરાખંડને સરપ્રાઈઝ આપી શકે છે.
જો કે બે નામ એવા છે કે જેને લઈને ખુબ ચર્ચાઓ છે. આ નામ છે સતપાલ સિંહ અને ધનસિંહ રાવત. અત્રે જણાવવાનું કે સતપાલ સિંહની રાજ્યના મોટા નેતાઓમાં ગણના થાય છે. જ્યારે ધનસિંહનું નામ ગત વખતે પણ ચર્ચામાં આવ્યું હતું પરંતુ તીરથ સિંહ રાવત આગળ પછડાટ ખાઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે