સુરત : ચેરીટી કમિશ્નરે કરી લાલ આંખ, 2500 જાહેર ટ્રસ્ટોએ જમા કરાવ્યા 1.28 કરોડ
ચેરીટી કમિશ્નરની ઓફિસમાં નોંધાયેલા હજારો ટ્રસ્ટો દ્વારા જુના હિસાબો, ઓડીટ અહેવાલ અને વહીવટી ફાળો ભરવામાં આવતી ન હતી. જેને ગંભીરતાથી લઇ રાજ્યના ચેરીટી કમિશ્નર દ્વારા ફોજદારી કેસો દાખલ કરવાની ચીમકી આપવામાં આવતા સુરતના 2500થી વધુ ટ્રસ્ટો એ 1.28 કરોડનો વહીવટી ફાળો જમા કરાવી દીધો હતો. સાથે ઓડીટ અહેવાલો અને જુના હિસાબો અંગેની માહિતી પણ આપવા દોડધામ શરુ કરી છે. જોકે એજ્યુકેશન અને મેડીકલ સાથે જોડાયેલા ટ્રસ્ટોને વહીવટી ફાળો જમા કરાવવાનો હોતો નથી.
Trending Photos
તેજશ મોદી/સુરત: ચેરીટી કમિશ્નરની ઓફિસમાં નોંધાયેલા હજારો ટ્રસ્ટો દ્વારા જુના હિસાબો, ઓડીટ અહેવાલ અને વહીવટી ફાળો ભરવામાં આવતી ન હતી. જેને ગંભીરતાથી લઇ રાજ્યના ચેરીટી કમિશ્નર દ્વારા ફોજદારી કેસો દાખલ કરવાની ચીમકી આપવામાં આવતા સુરતના 2500થી વધુ ટ્રસ્ટો એ 1.28 કરોડનો વહીવટી ફાળો જમા કરાવી દીધો હતો. સાથે ઓડીટ અહેવાલો અને જુના હિસાબો અંગેની માહિતી પણ આપવા દોડધામ શરુ કરી છે. જોકે એજ્યુકેશન અને મેડીકલ સાથે જોડાયેલા ટ્રસ્ટોને વહીવટી ફાળો જમા કરાવવાનો હોતો નથી.
સુરતની ચેરીટી કમિશ્નર ઓફિસમાં વર્ષ 2019 સુધીમાં અંદાજે 14000 ઉપરાંતના ટ્રસ્ટો નોધાયેલા છે. સંસ્થા કે ટ્રસ્ટના હિસાબોનું દર વર્ષે ઓડીટ થતા હોય છે. આવા તમામ ટ્રસ્ટોએ બેક ખાતા નંબર તાકીદે ચેરીટી કમિશ્નરના કાયદા મુજબ ઓડીટ કરેલા હિસાબોની વિગતો આપવાની હોય છે. પરંતુ સુરત અનેક ટ્રસ્ટો દ્વારા 1995થી કોઈ પણ પ્રકારનો વહીવટી ફાળો જમા કરાવાયો ન હતો. અનેક ટ્રસ્ટો એવા હતા કે પોતાના અંગત કામો માટે જ કામો કરતા હોવાની બુમ પણ ઉઠવા પામી હતી.
20 ટકા જ આઈ વિઝીબીલીટી હોવા છતાં આ ગુજરાતી મહિલા કરે છે સમાજ સેવાનું કાર્ય
જેથી ગુજરાતના ચેરીટી કમિશ્નર વાય એમ શુક્લ દ્વારા તમામ ટ્રસ્ટોને પોતાના બાકી વહીવટી ફાળો જમા કરાવવા સાથે જુના હિસાબો અને ઓડીટ અહેવાલો 29 ફેબ્રુઆરી 2019 સુધીમાં જમા કરાવવા આદેશ કર્યો હતો. સાથે જ નોટીસો આપી આદેશ નહીં માનનારા ટ્રસ્ટો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ચેરીટી કમિશ્નરના આદેશને પગલે ટ્રસ્ટો રીતસરના ફફડી ઉઠ્યા હતા. જે ટ્રસ્ટો દ્વારા વહીવટી ફાળો જમા કરાવવા સાથે જુના હિસાબો અને ઓડીટ અહેવાલો જમા નહોતા કર્યા તેમને તાબડતોબ કાર્યવાહી કરી 1.28 કરોડનો વહીવટી ફાળો જમા કરાવી દીધો હતો.
સુરત: બ્લેકમેલિંગ કરી મહિલા તબીબ પાસે લાખોની માગણી કરનાર ત્રણ આરોપીની ધરપકડ
સુરતમાં 31 જાન્યુઆરી 2019 સુધીમાં 14000 થી વધુ ટ્રસ્ટો નોધાયા છે, જેમાં હિંદુ, બૌધ, જૈન સમાજના 3258 ટ્રસ્ટ નોધાયા છે, પારસી સમાજના 327, ક્રિશ્ચન સમાજના 50, તો એજ્યુકેશન, મેડીકલ ધાર્મિક સંસ્થાઓના 8604 અને સોસાયટીઓનાં 2525 ટ્રસ્ટો નોધાયેલા છે. આ તમામ ટ્રસ્ટો પૈકી એજ્યુકેશન અને મેડીકલ સાથે જોડાયેલા ટ્રસ્ટોને વહીવટી ફાળો જમા કરાવવાનો હોતો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે