શરદ પવાર બોલ્યા - લોકસભા ચૂંટણીમાં BJP સૌથી મોટી પાર્ટી તો બનશે, પરંતુ....
શરદ પવારે જણાવ્યું કે, તે આવતા મહિને થઈ રહેલી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેશે નહીં. 78 વર્ષના શરદ પવાર રાજકીય સોગઠાબાજીમાં અત્યંત માહેર ગણાય છે. તેમના પરિવારના બે સભ્ય આ ચૂંટણી લડવા ઉતરી રહ્યા હોય ત્યારે કોઈ એકે તો પાછળ ખસવું જ પડશે...
Trending Photos
મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા શરદ પવારે મંગળવારે જણાવ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની શકે છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બીજા કાર્યકાળની તક કદાચ જ મળશે. એક કાર્યક્રમમાં પત્રકારો સાથેની વાતચીતમાં શરદ પવારે જણાવ્યું કે, "ભાજપ લોકસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તો બની શકે છે, પરંતુ સરકાર બનાવવા માટે તેને સાથી પક્ષોની જરૂર પડશે. આ પરિદૃશ્યમાં નરેન્દ્ર મોદીને બીજી તક મળવાની સંભાવના નથી."
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, તેઓ નવી દિલ્હીમાં આગામી 14 અને 15મી માર્ચના કેટલાક સ્થાનિક પક્ષો સાથે બેઠક કરવાના છે, જેમાં 'મહાગઠબંધન' અંગે ચર્ચા કરવામાં આવશે. સોમાવારે જ પવારે જાહેરાત કરી હતી કે, હવે લોકસભા ચૂંટણી લડશે નહીં. 78 વર્ષના પીઢ રાજકારણી એવા શરદ પવારે જણાવ્યું કે, તેમના પરિવારના બે સભ્યો આ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે ત્યારે કોઈ એકે તો પાછળ ખસવું જ પડશે.
શરદ પવારે વધુમાં જણાવ્યું કે, "હું જેટલું રાજકારણ સમજું છું તેના અનુભવથી કહી શકું છું કે નરેન્દ્ર મોદી આ વખતે વડા પ્રધાન બનશે નહીં. હું કોઈ ભવિષ્ય જોનારો નતી, પરંતુ મારું માનવું છે કે, તેમને વડા પ્રધાન બનવા જેટલી સીટ મળશે નહીં."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે