JNUના મુદ્દે સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન, જેએનયુને બે વર્ષ માટે બંધ કરી દેવી જોઇએ
ભારત એકમાત્ર એવો દેશ છે, જે ક્યારેય ધાર્મિક અત્યાચારમાં સંલગ્ન થયો નથી. તેમણે એમ પણ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિએ અન્ય કોઇપણ સંસ્કૃતિની સરખામણીએ સ્ત્રીઓ સાથે વધુ સારી રીતે વ્યવહાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને જૂનાગઢથી દિબ્રુગઢ સુધી તમામ ભારતીયો સમાન છે અને એક જ ડીએનએ ધરાવે છે.
Trending Photos
મૌલિક ધામેચા /અમદાવાદ: ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ઇન્ડસ યુનિવર્સિટીમાં ‘Who Are We? A Quest for National Identity’ (‘આપણે કોણ છીએ?: રાષ્ટ્રીય ઓળખનો કોયડો’) વિષય પર એક વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રસંગે ડૉ. સ્વામી દ્વારા ઇન્ડસ યુનિવર્સિટી ખાતે ઇન્ડિયન નૉલેજ સિસ્ટમ પર એક નવા અભ્યાસક્રમને પણ લૉન્ચ કરવામાં આવ્યો હતો.
ડૉ. સ્વામીએ એ બાબત પર ભાર મૂકીને પોતાના વ્યાખ્યાનની શરૂઆત કરી હતી કે, દરેક મહાન રાષ્ટ્ર પોતે કોણ છે તેની સ્પષ્ટ સમજણ ધરાવે છે. અમેરિકા પોતાને શ્વેત, પ્રોટેસ્ટન્ટ, ખ્રિસ્તી દેશ માને છે. બ્રિટન જેવા અન્ય મહાન રાષ્ટ્રો પણ તેમની રાષ્ટ્રીય ઓળખ અંગે સ્પષ્ટ ખ્યાલ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતની ઓળખ હિંદુ ઓળખ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીયતા અથવા નાગરિકતા એ રાષ્ટ્રીય ઓળખથી અલગ બાબત છે.
ડૉ. સ્વામીએ જણાવ્યું હતું કે, હિંદુત્ત્વ અંગે ગર્વ લેવાને સાંપ્રદાયિકતા તરીકે ન જોવું જોઇએ, કારણ કે, હિંદુત્વ એ અન્ય કોઇપણ વિચારો કરતા વધુ સારી રીતે ભારતની લાક્ષણિકતાને વર્ણવે છે. તેમણે જણાવ્યું કે, ધર્મનિરપેક્ષતા એ વિદેશી વિભાવના છે અને તેને કટોકટીના કાળા કાળ દરમિયાન ઇંદિરા ગાંધી સરકાર દ્વારા આપણા બંધારણમાં જોડી દેવામાં આવી હતી.
તેમણે જણાવ્યું કે, ભારત એકમાત્ર એવો દેશ છે, જે ક્યારેય ધાર્મિક અત્યાચારમાં સંલગ્ન થયો નથી. તેમણે એમ પણ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિએ અન્ય કોઇપણ સંસ્કૃતિની સરખામણીએ સ્ત્રીઓ સાથે વધુ સારી રીતે વ્યવહાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને જૂનાગઢથી દિબ્રુગઢ સુધી તમામ ભારતીયો સમાન છે અને એક જ ડીએનએ ધરાવે છે.
અમદાવાદના પ્રવાસે આવેલા ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે, બ્રાહ્મણ અને શિડ્યુલ કાસ્ટના પણ DNA એક જ છે અને મુસ્લિમના પણ DNA એક જ છે. બ્રાહ્મણ અને શિડ્યુલ કાસ્ટના પણ DNA એક જ છે અને મુસ્લિમના પણ DNA એક જ છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે મેં ઓવૈસીને કહ્યું હતું કે તમારું DNA એક જ છે. આપણે પહેલા ભારતીય છીએ અને પછી ગુજરાતી કે મરાઠી.
JNU મામલે સુબ્રહ્મણીયમ સ્વામીનું નિવેદન
જવાહરલાલ યુનિવર્સિટીમાં બહારથી આવતા લોકો ભાગલા પાડી ને ચાલ્યા જાય છે, પણ આપને બાંહેધરી આપું છું કે આ બહુ લાંબા સમય સુધી ટકી શકશે નહીં. દેશભરમાં જેએનયુમાં બુકાનાધારીઓ કરેલી હિંસાની ચર્ચા ચાલી રહી છે. જેએનયુને બે વર્ષ માટે બંધ કરી દેવી જોઇએ. વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવા માટે યુનિવર્સિટીના કેમ્પસમાં પોલીસ સ્ટેશનની સ્થાપના કરવી જોઇએ. આ ખાલી JNUને લાગુ નથી પડતું પરંતુ આપણે શરૂઆત JNUથી કરવી જોઈએ.” સ્વામીએ જણાવ્યું કે અમેરિકામાં દરેક યુનિવર્સિટીના કેમ્પસમાં પોલીસ સ્ટેશન હોય છે. આપણું નાગરિકત્વ કેટલું જુનું છે તે પણ જાણવું જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે