પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'બેલૂર મઠ આવવું કોઇ તીર્થયાત્રાથી ઓછું નથી'
આજે સ્વામી વિવેકાનંદની જયંતિ પર દેશભરમાં યુવા દિવસ (Yuva Diwas) ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતાના બે દિવસીય પશ્વિમ બંગાળ (West Bengal)ના પ્રવાસ પર છે. શનિવારે માંડી સાંજે તે રામ કૃષ્ણ મિશનના મુખ્યાલય બેલૂર મઠ પહોંચ્યા હતા અહીં તેમણે સંતો પાસેથી આશીર્વાદ લીધા.
Trending Photos
નવી દિલ્હી: સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda) જયંતિ પરબેલૂ મઠ પહોંચેલા પીએમ નરેંન્દ્ર મોદી (Narendra Modi) એ કહ્યું કે અહીં આવવું મારા માટે ઘરે આવવા જેવું છે. પીએમ મોદીએ કહ્યું કે બેલૂર મઠ આવવું કોઇ તીર્થયાત્રાથી ઓછી નથી. પીએમ મોદીએ કહ્યું કે 'સ્વામી વિવેકાનંદ એક વ્યક્તિ નહી એક જીવનશૈલી છે' તમને જણાવી દઇએ કે સ્વામી વિવેકાનંદની જયંતિને દેશ રાષ્ટ્રીય યુવા દિવસના રૂપમાં ઉજવી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું 'હું આભારી છું કે મને બેલૂર મઠમાં રાત પસાર કરવાની તક મળી છે. તેના માટે હું રાજ્ય સરકાર પણ આભાર પ્રગટ કરે છે. તેમણે કહ્યું કે અમારાથી ઘણા લોકો અહીં ખેંચાઇ આવે છે તેનું કારણ છે કે વિવેકાનંદજીના વિચાર, વિવેકાનંદજીનું વ્યક્તિત્વ. વડાપ્રધાનમંત્રીએ કહ્યું કે આ ધરતી પર અમે રામકૃષ્ણ પરમહંસ અને અન્ય ગુરૂઓનું સાનિધ્ય મળે છે.
આ અવસર પર સીએએને લઇને ચાલી રહેલા વિવાદનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે સીએએ કોઇની નાગરિકતા છિનવી લેવા માટે નથી પરંતુ નાગરિકતા આપવા માટેનો કાયદો છે.
પીએમ મોદીએ કહ્યું કે 'મારી સરકારે એ જ કર્યું છે જે મહાત્મા ગાંધી કહીને ગયા હતા. તેમણે પ્રશ્ન કર્યો કે શું પાકિસ્તાનથી પ્રતાડિત થઇને આવેલા શરણાર્થીઓને પરત મોકલી દેવા જોઇએ. આજે પણ કોઇપણ ધર્મનો વ્યક્તિ, ભલે નાસ્તિક હોય, જે પણ ભારતના સંવિધાનને માને છે તે નક્કી પ્રક્રિયાઓ હેઠળ ભારતની નાગરિકતા લઇ શકે છે.
તમને જણાવી દઇએ કે આજે સ્વામી વિવેકાનંદની જયંતિ પર દેશભરમાં યુવા દિવસ (Yuva Diwas) ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતાના બે દિવસીય પશ્વિમ બંગાળ (West Bengal)ના પ્રવાસ પર છે. શનિવારે માંડી સાંજે તે રામ કૃષ્ણ મિશનના મુખ્યાલય બેલૂર મઠ પહોંચ્યા હતા અહીં તેમણે સંતો પાસેથી આશીર્વાદ લીધા. જાણકારી અનુસાર આજે સ્વામી વિવેકાનંદના જન્મદિવસ પર બેલૂર મઠમાં ધ્યાન કરી શકે છે. અહીંથી પીએમ યુવાઓને સંબોધિત કરશે. ત્યારબાદ પીએમ મોદી આજે 11 વાગે કલકત્તા પોર્ટ ટ્રસ્ટના એક પ્રોગ્રામમાં ભાગ લેશે.
આ પહેલાં પીએમ મોદી શનિવારે બે દિવસની યાત્રા પર કલકત્તા પહોંચ્યા છે. આ દરમિયાન પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. મમતા બેનર્જીએ પીએમ મોદીને સંશોધન કાનૂન અને NRC પર પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ત્યારબાદ મમતા બેનર્જી વિદ્યાર્થી એકમ દ્વારા આયોજિત ધરણા પ્રદર્શનમાં સામેલ થવા પહોંચી. તેમણે ચાર પુનર્નિર્મિત વિરાસત ભવનોને રાષ્ટ્રને સમર્પિત કર્યા બાદ પોતાના વિચાર રજૂ કર્યા.
તો શનિવારે ચાર પુનર્નિર્મિત વિરાસત ભવનોને રાષ્ટ્રને સમર્પિત કર્યા બાદ પીએમ મોદીએ પોતાના વિચાર રજૂ કરતાં 'આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યો કે અંગ્રેજી શાસન દરમિયાન અને સ્વતંત્રતા બાદ પણ દેશનો જે ઇતિહાસ લખવામાં આવ્યો, તેમાં ઇતિહાસના કેટલાક મહત્વપૂર્ણ પક્ષોને નજરઅંદાજ કરવામાં આવ્યા છે. આપણે જે ઇતિહાસ વાંચ્યો છે તેનો કોઇ સંદર્ભ નથી કે સામાન્ય ભારતીય લોકો અલગ-અલગ સમય દરમિયાન શું કરી રહ્યા હતા. શુંતેમનું કોઇ અસ્તિત્વ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે