JNU હિંસા: દિલ્હી પોલીસે 9 લોકોને આપી નોટીસ, પૂછપરછ માટે બોલાવ્યા
જેએનયૂ (JNU) હિંસા મામલે દિલ્હી પોલીસ (Delhi Police)ની એસઆઇટીએ જે 9 લોકોના ફોટા મીડિયામાં જાહેર કર્યા હતા તેમને હવે નોટીસ આપીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: જેએનયૂ (JNU) હિંસા મામલે દિલ્હી પોલીસ (Delhi Police)ની એસઆઇટીએ જે 9 લોકોના ફોટા મીડિયામાં જાહેર કર્યા હતા તેમને હવે નોટીસ આપીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
સૂત્રોના અનુસાર વિદ્યાર્થીઓ સાથે પૂછપરછ શરૂ કરવામાં આવશે, બધાને અલગ-અલગ દિવસે અને અલગ-અલગ સમયે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. પોલીસે જે છોકરીઓને નોટીસ આપીને કહેવામાં આવ્યું છે કે તમે પોતે પૂછપરછનો સમય અને જગ્યા જણાવો જેથી નક્કી સમયે દિલ્હી પોલીસની મહિલા ઓફિસ તમારી સાથે પૂછપરછ કરી શકે.
છોકરીઓ ઉપરાંત અન્ય લોકોને કમલા માર્કેટ સ્થિત ક્રાઇમ બાન્ચની એસઆઇટી (SIT)ની ઓફિસ આવીને પૂછપરછમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે. નોટીસ મોકલવામાં આવી છે તેમાંથી જો કોઇ સામેલ નહી થાય તો તેને ફરી નોટીસ મોકલવામાં આવશે.
તમને જણાવી દઇએ કે જેએનયૂ પરિસરમાં હિંસા ભડકાવનારના પાંચ દિવસ બાદ પોલીસે શુક્રવારે નવ શંકાસ્પદોના ફોટા જાહેર કર્યા હતા. પોલીસે કહ્યું હતું કે આ શંકાસ્પદોમાં જેએનયૂના અધ્યક્ષ આઇશી ઘોષ પણ સામેલ છે. પોલીસે દાવો કર્યો હતો કે તેમણે હિંસક ઘટનાના ઘણા વીડિયો દ્વારા મળેલા ફૂટેજનું વિશ્લેષણ કર્યા બાદ શંકાસ્પદોની ઓળખ કરી છે. જેએનયૂમાં રવિવારે બુકાનીધારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 30થી વધુ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને ઇજા પહોંચી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે