બારડોલી: બે બાળકોની નિર્દોશ મસ્તીમાં ધોરણ 6માં આભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત

બારડોલીની શાળામાં બાળકો વચ્ચે થતી નિર્દોષ મસ્તીમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું પડી જતા વિદ્યાર્થી સારવાર દરમિયાન મોત થયું હતું. ધોરણ 6માં અભ્યાસ કરતા બાળકનું મોત થતા પરિવાર આઘાતમાં સળી પડ્યું હતું. ત્યારે આ અંગે બારડોલી પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ કરી રહી છે.

બારડોલી: બે બાળકોની નિર્દોશ મસ્તીમાં ધોરણ 6માં આભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત

કિરણસિંહ ગોહિલ/બારડોલી: બારડોલીની શાળામાં બાળકો વચ્ચે થતી નિર્દોષ મસ્તીમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું પડી જતા વિદ્યાર્થી સારવાર દરમિયાન મોત થયું હતું. ધોરણ 6માં અભ્યાસ કરતા બાળકનું મોત થતા પરિવાર આઘાતમાં સળી પડ્યું હતું. ત્યારે આ અંગે બારડોલી પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ કરી રહી છે.

વિશાલ સવારે ઘરેથી શાળાએ જવા નીકળો ત્યારે ખુબ ખુશ હતો. રોજની જેમ શાળામાં મિત્રો સાથે ગમ્મત અને નિર્દોષ મસ્તી અને ભણવાનો ઉમગ ઉત્સાહ હતો. પણ વિશાલને ખબર નોહતી કે આજે શાળામાં તેનો છેલ્લો દિવસ છે. વાત જાણે એમ છે કે, બારડોલીની જે.એમ.પટેલ હાઇસ્કુલમાં ધોરણ 6માં અભ્યાસ કરતો વિશાલ કુશવાહ શાળામાં ખુબ ખુશ હતો. પરંતુ ચાર પીરીયડ પૂર્ણ થયા બાદ મિત્રો સાથે ગમ્મત અને મસ્તી દરમ્યાન વિશાલ પડી જતા બેભાન થઇ ગયો હતો.

હાર્દિકનું ટ્વિટર વોર, પ્રોફાઇલમાં લખ્યું ‘બેરોજગાર હાર્દિક પટેલ’

વિશાલને તાબડતોડ નજીકની હોસ્પીટલમાં ખસેડાયો જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આશાસ્પદ વિદ્યાર્થીના મોતથી સાથી મિત્રો,શિક્ષકો આઘાતમાં સરી પડ્યા હતા. સોથી વધુ આઘાત વિશાલના પરિવારજનોને લાગ્યો હતો. વિશાલ બેભાન થઇ ગયાના સમાચાર જયારે પિતાને મળ્યા તો તેઓ હોસ્પિટલ પોહચી ગયા પણ પોતાના દીકરાના મૃતદેહને જોઈ તેઓ પણ પોતાના આંસુ રોકી શક્યા નહી.

શહિદ જવાનની પત્નીની વ્યથા, હજુ સુધી નથી મળી કોઇ પણ સરકારી સહાય

વિદ્યાર્થીના મોતની ઘટના પ્રકાશમાં આવતા બારડોલી પોલીસને પણ જાણ કરાતા પોલીસ પણ દોડતી થઇ હતી. બારડોલીની ઘટના અન્ય શાળા સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સબક સમાન ઘટના છે.  હાલ તો બારડોલી પોલીસ ઘટના સ્થળે પોહચી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ કરી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news