હાર્દિકનું ટ્વિટર વોર, પ્રોફાઇલમાં લખ્યું ‘બેરોજગાર હાર્દિક પટેલ’

ઉલ્લેખનિય છે, કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેમનુ ટ્વિટર પ્રોફાઇલ પર નામ બદદલ્યું હતું. જેના જવાબમાં હાર્દિક પટેલે ટ્વિટર વોર શરૂ કરી હતી અને ટ્વિટર એકાઉન્ટ પર ‘બેરોજગાર હાર્દિક પટેલ’ લખ્યું હતું. 
 

હાર્દિકનું ટ્વિટર વોર, પ્રોફાઇલમાં લખ્યું ‘બેરોજગાર હાર્દિક પટેલ’

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનથી નેતા બનેલા હાર્દિક પટેલ થોડા દિવસ અગાઉજ કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર  'ચોકીદાર નરેન્દ્ર મોદી'  લખતા તેમની પાછળ ભાજપના તમામ નેતાઓએ આ કેમ્પેન શરૂ કર્યું હતું. અને ભાજપના તમામ નેતાઓએ ટ્વિટર પ્રોફાઇલ પર ચોકીદાર લખીને એક ટ્રેન્ડ ઉભો કર્યો હતો. ત્યારે હવે હાર્દિક પટેલે આજે ટ્વીટર પોતાનું નામ બદલી નાખ્યું અને થોડા સમયમાં જ આ નામ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. હાર્દિકે ટ્વીટર પર પોતાનું નામ બદલી અને ' બેરોજગાર હાર્દિક પટેલ' કરી નાંખ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભાજપ સામે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બેરોજગારીને ચૂંટણીનો મુદ્દો બનાવી લેવાનું મન બનાવ્યું છે. આજે ઉત્તર પ્રદેશની બોટ યાત્રાએ નીકળેલા મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ઉત્તર પ્રદેશમાં બરોજગારીની જ વાત કરી હતી. ત્યારે હાર્દિકે પણ તેના ટ્વિટર પ્રોફાઇલ પર બેરોજગાર હાર્દિક પટેલ કરતા ભાજપના વેતાઓ સામે ટ્વિટર વોર શરૂ કરી હતી.

શહિદ જવાનની પત્નીની વ્યથા, હજુ સુધી નથી મળી કોઇ પણ સરકારી સહાય

કોંગ્રસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ છેલ્લા કેટલાક સમયથી જાહેર સભાઓમાં 'ચોકીદાર ચોર હે'નો નારો લગાવી રહ્યાં છે. તેની સામે ભાજપે શનિવારથી ' મે ભી ચોકીદાર' અભિયાન શરૂ કર્યું હતું જેના અનુસંધાનમાં ભાજપના કાર્યકર્તાઓ અને મંત્રીઓએ તેમજ પદાધિકારીઓએ પોતાના નામની આગળ ચોકીદાર લગાવી દીધું હતું. હાલ દેશના સોશિયલ મીડિયામાં ચાલી રહેલા આ પોલિટિકલ ટ્વિટર વોરમાં હાર્દિક પટેલે એક નવો ટ્રેન્ડ શરૂ કરપ્યો છે.

 

મહત્વનું છે, કે હાર્દિક પટેલ દ્વારા તેનું ટ્વિટર પ્રોફાઇલ બદલવાને કારણે તેનું ટ્વિટર એકાઉન્ટ વાયરલ થઇ રહ્યું છે. ત્યારે ટ્વિટર પર હર્ષલ પુરોહિત નામના વ્યક્તિએ હાર્દિક પટેલને જોબ ઓફર કરી હતી. હર્ષલ પુરોહિત નામના વ્યક્તિએ કહ્યું હતું, કે હાર્દિક પટેલ જો બેરોજગાર હોય તો તેને જોબ ઓફર કરવાની વાત કહી હતી અને પાંચ દિવસમાં તેને નોકરી આપાવાની ખાતરી આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news