સુરતની SVNIT ઈન્સ્ટિટ્યુટમાં છુટ્ટા હાથની મારામારી, શિક્ષક અને સિક્યુરિટી ગાર્ડે વિદ્યાર્થીને માર માર્યો

Education News : સુરતની SVNIT ઈન્સ્ટિટ્યુટ આવી વિવાદમાં...સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટીએ વિદ્યાર્થીને માર મારતા આક્રોશ..યુવાન નશામાં હોવાથી માર માર્યાનો કરાયો દાવો..
 

સુરતની SVNIT ઈન્સ્ટિટ્યુટમાં છુટ્ટા હાથની મારામારી, શિક્ષક અને સિક્યુરિટી ગાર્ડે વિદ્યાર્થીને માર માર્યો

Surat News સુરત : પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં એક વિદ્યાર્થીને સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા માર મરાતો હોવાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં એસવીએનઆઇટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જે બે દિવસ બાદ રિપોર્ટ આપશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે.

ફેકલ્ટી અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા વિદ્યાર્થીને માર મરાયો 
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગણેશ ઉત્સવ અને ડ્રગ્સના સેવનને લઈ વિવાદ સર્જાયો છે, ત્યારે બીજી બાજુ સુરત શહેરના વધુ એક શૈક્ષણિક સંસ્થામાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા એક વિદ્યાર્થીને માર મારતો હોવાની ઘટના પણ સામે આવી છે. એસવીએનઆઇટી કેમ્પસની અંદર આવેલા હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને ફેકલ્ટી અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા માર મારતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 

વિદ્યાર્થીઓએ ફેકલ્ટીને અપશબ્દો કહ્યાં
પ્રાપ્ત માહિતી અનુસાર, હોસ્ટેલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે લેપટોપને લઈ માથાકૂટ થઈ હતી. અગાઉ પણ આ મુદ્દે બંને વચ્ચે લડાઈ થઈ હતી. અને આ વિવાદના કારણે વિદ્યાર્થીને મારવા માટે ટાગોર હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા. જેમાં વિદ્યાર્થીઓએ ફેકલ્ટીને અપશબ્દ કહ્યા હતા. ત્યારબાદ ફેકલ્ટીએ સિક્યુરિટી ગાર્ડને બોલાવી લીધા હતા. પરંતુ મામલો બિચકાતા સિક્યુરિટી ગાર્ડ અને વિદ્યાર્થીઓ વચ્ચે પણ મારા મારી થઈ હતી. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 7, 2024

 

વિદ્યાર્થીઓએ હોસ્ટેલને ભાનમાં લાવવા માટે સિક્યુરિટી ગાર્ડને લાફા પણ ઝીંકી દીધા હતા અને લાતો પણ મારી હતી. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી એક વિદ્યાર્થીને મારી રહ્યા છે તે વીડિયો પણ સામે આવ્યા છે. આ સમગ્ર મામલે એસવીએનઆઇટીના રજીસ્ટ્રાર પ્રમોદ માથુરે જણાવ્યું હતું કે, હોસ્ટેલની અંદર બે વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ હતી. જેમાં બંને વિદ્યાર્થીઓની ભૂલ છે. અમે તપાસ કમીટીની રચના કરી છે જે બે દિવસમાં રિપોર્ટ આપશે અને જે જવાબદાર હશે તેમની સામે પગલાં ભરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news