Gold Rate Today: ગણેશ ચતુર્થી પર સોનામાં ઉથલપાથલ! જાણો અમદાવાદ સહિત 10 મોટા શહેરોમાં સોનાનો ભાવ ક્યાં પહોંચ્યો

Gold Price Today: એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફેસ્ટીવ સીઝનમાં સોનાનો ભાવ 76000 રૂપિયા પાર જઈ શકે છે અને દીવાળી પર તે નવા પીક પર પહોંચી શકે છે. સોનાના ભાવ વધવાનું સૌથી મોટું કારણ અમેરિકી ફેડરલ  રિઝર્વ દ્વારા 18 સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરોમાં કાપ કરવાની આશા વ્યક્ત થઈ રહી છે. જાણો આજના લેટેસ્ટ રેટ. 

Gold Rate Today: ગણેશ ચતુર્થી પર સોનામાં ઉથલપાથલ! જાણો અમદાવાદ સહિત 10 મોટા શહેરોમાં સોનાનો ભાવ ક્યાં પહોંચ્યો

આજે ગણેશ ચતુર્થીના દિવસે દેશમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ વધીને 73470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે મુંબઈ અને ચેન્નાઈ તથા કોલકાતામાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 73320 રૂપિયા  પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ ભાવવધારો જોવા મળ્યો છે અને ભાવ વધીને 87100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે. દેશના કેટલાક મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ રિટેલ કિંમત જાણીએ....

દિલ્હી અને ગુરુગ્રામમાં સોનાનો ભાવ
દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ લગભગ 67360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 73470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

મુંબઈમાં આજે  ભાવ
હાલમાં મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 67210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 73320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

અમદાવાદમાં સોનાનો ભાવ
અમદાવાદમાં 22 કેરેટ સોનાનો રિટેલ ભાવ 67260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો  ભાવ 73370 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. 

જયપુર અને લખનઉમાં ભાવ
જયપુર અને લખનઉમાં 24 કેરેટ સોનાનો ભાવ 73470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ  67360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

ચેન્નાઈ, કોલકાતા અને બેંગ્લુરુમાં આજનો સોનાનો ભાવ
કોલકાતા, ચેન્નાઈ, અને બેંગ્લુરુમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 73320 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 67210 રૂપિયા આસપાસ છે. 

ભુવનેશ્વર અને હૈદરાબાદમાં ભાવ
આ બંને શહેરોમાં 24 કેરેટ સોનું 73320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટવાળું 10 ગ્રામ સોનું 67210 રૂપિયા જોવા મળ્યું છે. 

ફેસ્ટીવ સીઝનમાં સોનું લગાવશે છલાંગ?
એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફેસ્ટીવ સીઝનમાં સોનાનો ભાવ 76000 રૂપિયા પાર જઈ શકે છે અને દીવાળી પર તે નવા પીક પર પહોંચી શકે છે. સોનાના ભાવ વધવાનું સૌથી મોટું કારણ અમેરિકી ફેડરલ  રિઝર્વ દ્વારા 18 સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરોમાં કાપ કરવાની આશા વ્યક્ત થઈ રહી છે. જ્યારે મુખ્ય વ્યાજ દરો ઘટે તો સોનું રોકાણ માટે સારો વિકલ્પ બની જાય છે. આ સિવાય દુનિયામાં ચાલી રહેલા જિયો પોલીટિક્સ ટેન્શન, સંભવિત વ્યાજ દર કાપ અને આર્થિક અનિશ્ચિતતાઓના પગલે ડોલરમાં આવનારા ઘટાડા, ફિઝિકલ ડિમાન્ડમાં વધારા જેવા ફેક્ટર્સ પણ સોનાના ભાવમાં વધારો કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news