પોલીસ સ્ટેશનમાં થયો એવો કાંડ કે હવે સમગ્ર આદિવાસી સમાજ કરી રહ્યો છે વિરોધ, PI,PSI સહિત અનેક સસ્પેન્ડ

ઘટનાના એટલા ગંભીર પડઘા પડ્યા કે હાલ તો પી.આઇ અને હેડ કોન્સ્ટેબલ ફરાર છે તો બીજી તરફ એક અન્ય કોન્સ્ટેબલ અને PSI હજી પણ આ મુદ્દે ફરાર છે.

પોલીસ સ્ટેશનમાં થયો એવો કાંડ કે હવે સમગ્ર આદિવાસી સમાજ કરી રહ્યો છે વિરોધ, PI,PSI સહિત અનેક સસ્પેન્ડ

સ્નેહલ પટેલ/નવસારી : ચીખલી પોલીસ મથકમાં બે મહિના અગાઉ થયેલ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પોલીસે હત્યા અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યા બાદ આજે બે મહિના પછી ત્રણ આરોપી પોલીસની એવા પીઆઈ, હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. ત્યારે હજુ પણ એક કોન્સ્ટેબલ અને પીએસઆઈ પોલીસ પકડથી દુર છે. હાલ તેમની શોધખોળ ચાલી રહી છે. 

નવસારી એલ.સી.બી. પોલીસે ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપી પી.આઈ., હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી  ૨૦મી જુલાઈએ ચીખલી પોલીસ સુનિલ પવાર અને રવિ જાધવને બાઇક ચોરીના ગુનામાં ઉંચકી લાવી પૂછપરછ કરી હતી. રાત્રી દરમિયાન તેઓને પોલીસ મથકના કમ્પ્યુટર રૂમમાં રાખ્યા હતા. જ્યાં ૨૧ જુલાઈએ સુનિલ પવાર અને રવિ જાધવ એ કમ્પ્યુટર વાયર વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. 

જેના પગલે આદિવાસી સમાજના આગેવાનો અને રાજકીય પક્ષો મૃતકના પરિવારોને ન્યાય અપાવવા માટે કાવાદાવા શરૂ કર્યા હતા. જોકે રાજ્ય સરકારે બંને મૃતકના પરિવારજનોને ૩-૩ લાખ રૂપિયા વળતર ચૂકવ્યું હતું. છેલ્લા ૨ મહિનાથી આરોપી પોલીસ ફરાર હોવાથી આદિવાસી સમાજ અને ચીખલી-વાંસદાના ધારાસભ્ય તેમના આગેવાનો સાથે ધરણાં પ્રદર્શન કરવાની તૈયારી કરી હતી. જોકે આજે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી પી.આઈ. એ.આર. વાળા, હે.કો. શક્તિસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ રામજી યાદવને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news