રખડતાં ઢોરના કારણે દિવાળી પર માતમ! નોકરી કરવા ગયેલા 22 વર્ષીય યુવકનો મૃતદેહ ઘરે આવ્યો!
સુરત શહેરની અંદર રખડતા ઢોરોનો ત્રાસ હજી ઓછો થયો નથી. કોર્પોરેશન દ્વારા સમયાંતરે ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ તેનું યોગ્ય પરિણામ આવી રહ્યું નથી.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. ડાયમંડ ફેક્ટરીથી ઘરે પરત ફરતા બે ભાઈઓને અકસ્માત નડ્યો છે. રસ્તામાં ઢોર આવી જતા મોટરસાયકલ પરથી નીચે ભટકાતા નાના ભાઈનું મોત નીપજયું છે.
રખડતા ઢોર મામલે યોગ્ય પરિણામ આવી રહ્યું નથી!
સુરત શહેરની અંદર રખડતા ઢોરોનો ત્રાસ હજી ઓછો થયો નથી. કોર્પોરેશન દ્વારા સમયાંતરે ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ તેનું યોગ્ય પરિણામ આવી રહ્યું નથી. ફરી એકવાર સારોલી વિસ્તારમાં રખડતા ઢોર રસ્તામાં આવી જતા બાઈક ચાલકનું મોત થયું છે. સુરતમાં ડાયમંડમાં કામ કરતા બે રત્નકલાકાર ભાઈઓ કામ પૂર્ણ થઈ ગયા બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.
એક ભાઈને હાથમાં ફેક્ચર
ઓલપાડ ઓમના ગામના રહેવાસી બંને સગા ભાઈઓ ઇચ્છપોર ખાતેથી ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન સારોલી રોડ ઉપર એકાએક જ રખડતું ઢોર રસ્તા ઉપર આવી ગયું હતું. બાઈક પર સવાર તુષાર નામનો યુવક કઈ સમજે તે પહેલા જ તેમની ટક્કર ઢોર સાથે થઈ હતી. પરિણામે નીચે ફટકાતા તુષારનું સારવાર દરમિયાન મોત થયું હતું, તેમ જ એક ભાઈને હાથમાં ફેક્ચર થયું છે.
ઓલપાડ પંથકમાં શોકનો માહોલ ફેલાયો
મધ્યમ વર્ગના પરિવારના બે સગા ભાઈઓનો અકસ્માત થતા પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હતું. કટલરીનો બિઝનેસ કરતા પિતાને સમાચાર મળતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તુષારનો એકાએક અવસાન થતા પરિવારજનો પણ શોકમાં ડૂબી ગયા હતા. દિવાળી પૂર્વે બનેલી ઘટનાથી સમગ્ર ઓલપાડ પંથકમાં શોકનો માહોલ ફેલાયો હતો. બંને ભાઈઓ એક જ ડાયમંડ ફેક્ટરી ની અંદર કામ કરતા હતા.
પશુપાલકોની પણ ઘણી બેદરકારી
બંને ભાઈઓ કામ પૂર્ણ કરીને પોતાના ઘરે રાબેતા મુજબ પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. રખડતા ઢોરને કારણે કેટલાય માસુમ લોકોના જીવ આ રીતે જઈ રહ્યા છે. કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ યોગ્ય રીતે અલગ અલગ વિસ્તારોમાં ઝડપથી આ કામગીરી કરવામાં તેઓ નિષ્ફળ થઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ પશુપાલકોની પણ ઘણી બેદરકારી સામે આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે