રૂપાલામાં હવે કોંગ્રેસ કૂદી! પરેશ ધાનાણી અને જિજ્ઞેશ મેવાણીએ બળતામાં ઘી હોમ્યું! આ નિવેદનથી વધ્યો વિવાદ
રૂપાલા વિવાદમાં હવે કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે. પરશોત્તમ રૂપાલા મુદ્દે કોંગ્રેસના MLA જિજ્ઞેશ મેવાણી અને પરેશ ધાનાણીએ એક નિવેદન આપીને બળતામાં ઘી હોમ્યું છે. પરેશ ધાનાણીએ ટ્વિટ કર્યા બાદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ મુદ્દે આજે મહત્વનો દિવસ છે. રૂપાલા વિવાદ મુદ્દે પરેશ ધાનાણીએ જોહર મુદ્દે નિવેદન આપ્યું છે.
Trending Photos
Loksabha Election 2024, અલકેશ રાવ/બનાસકાંઠા: લોકસભાની ચૂંટણીની લઈને કોંગ્રેસ ભાજપના ઉમેદવારો આક્રમક પ્રચાર કરી રહ્યા છે. રૂપાલા વિવાદમાં હવે કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે. પરશોત્તમ રૂપાલા મુદ્દે કોંગ્રેસના MLA જિજ્ઞેશ મેવાણી અને પરેશ ધાનાણીએ એક નિવેદન આપીને બળતામાં ઘી હોમ્યું છે.
પરેશ ધાનાણીએ ટ્વિટ કર્યા બાદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ મુદ્દે આજે મહત્વનો દિવસ છે. રૂપાલા વિવાદ મુદ્દે પરેશ ધાનાણીએ જોહર મુદ્દે નિવેદન આપ્યું છે. પરેશ ધાનાણીએ જણાવ્યું કે મારી બહેનોને જોહર કરવાની જરૂર નથી. હજુ જવતલીયા હજુ જીવે છે. સ્વાભિમાનની લડાઈમા શક્તિનો વિજય થશે. આપણે સહુ એક થઈ અહંકારીઓને જવાબ આપીએ.
પાટણ લોકસભામાં આવતા બનાસકાંઠાના વડગામમાં પાટણ કોંગ્રેસના ઉમેદવર ચંદનજી ઠાકોરે ઝંઝાવતી પ્રચાર કરી પોતાને મત આપવા મતદારોને અપીલ કરી હતી. તો વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પુરષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ જ નહીં પણ અગાઉ પટેલ, અદિવાસી સમાજનું પણ અપમાન કર્યું હતું એટલે એમની હાકલપટ્ટી કરવી જોઈએ.
લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ કોંગ્રેસ -ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચાર શરૂ કરી દેવાયો છે, ત્યારે પાટણ લોકસભામાં આવતા બનાસકાંઠાના વડગામની બાવજીવાડીમાં પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે સભા યોજી હતી. જ્યાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓ સહિત મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જ્યાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાનીએ પુરષોતમ રૂપાલા ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, પુરષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે તે ચલાવી ન લેવાય. જોકે પુરષોતમ રૂપાલાએ અગાઉ પટેલ સમાજ, અને આદિવાસી સમાજનું પણ ઘોર અપમાન કર્યું છે. તેમને અગાઉ ઓબીસી અને દલિત સમાજનું અપમાન કરતા કહ્યું હતું કે શુદ્રો, દલિતો અને સ્ત્રીઓને મારવા અને ફટકારવા જોઈએ.
આવું બોલનાર ભાજપના આ નેતાની હાકલ પટ્ટી કરવી જોઈએ એવો અહીં આવેલ સર્વ સમાજના લોકો માંગ કરી રહ્યા છીએ. મને કોંગ્રેસ પક્ષે 5 રાજ્યોની જવાબદારી આપી છે એટલે વડગામમાં કોંગ્રેસનો ડંકો વાગવો જોઈએ એટલે ઉપર મારું રિપોટિંગ સુધરે અને બુથ ખુલે એટલે વડગામ રંગ રાખે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે