ત્રણ દિવસ સુધી અંધારું રહેશે... જીવતા નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી સાચી પડી!, સૂર્યને લઈને કહી હતી મોટી વાત

Nostradamus 2024 Prediction: ફ્રાન્સના ભવિષ્યવેત્તા નોસ્ટ્રાડેમસે સદીઓ પહેલા ઘણી ભવિષ્યવાણી કરી હતી. હવે 'જીવંત નોસ્ટ્રાડેમસ' ના નામથી જાણીતા એથોસ સલોમ ભવિષ્યવાણી કરે છે. એથોસનો દાવો છે કે તેણે પહેલા ઘણી ભવિષ્યવાણી કરી હતી, જે સાચી પડી છે. હવે તેની વધુ એક ભવિષ્યવાણી સાચી પડશે તેમ કહેવામાં આવી રહ્યું છે.
 

ત્રણ દિવસ સુધી અંધારું રહેશે... જીવતા નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી સાચી પડી!, સૂર્યને લઈને કહી હતી મોટી વાત

વોશિંગટનઃ દરેકને તે જાણવાની ઈચ્છા હોય છે કે આખરે ભવિષ્યમાં શું થવાનું છે. ફ્રાન્સના ભવિષ્યવેત્તા નોસ્ટ્રાડેમસે સદીઓ પહેલા ઘણી ભવિષ્યવાણી કરી હતી. હવે 'જીવંત નોસ્ટ્રાડેમસ' ના નામથી જાણીતા એથોસ સલોમે ભવિષ્યની ઝલક આપી છે. બ્રાઝીલના રહેતા અથોસનો દાવો છે કે તેની ભવિષ્યવાણી સાચી પડી રહી છે. 2024માં આગળ શું થવાનું છે. તેની સાથે જોડાયેલી ભવિષ્યવાણી તેણે કરી છે. 2024ને લઈને તેણે કહ્યું કે આ એલિયન, રોબોટ વિદ્રોહ અને વૈશ્વિક તબાહીની સાથે માનવ ઈતિહાસના એક નવા અધ્યાયનું વર્ષ હશે. પરંતુ તેણે ઘણી આશા પણ વ્યક્ત કરી છે.

તેણે દાવો કર્યો કે કોરોના વાયરસ મહામારી, વિશ્વકપ ફાઈનલ, યુક્રેન પર હુમલો અને મહારાણી એલિઝાબેથ દ્વિતીયના મોતની ભવિષ્યવાણી તેણે પહેલા કરી દીધી હતી. તેણે 2024 માટે એક ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે ત્રણ દિવસનો અંધકાર હશે. હવે સવાલ છે કે શું આ પૂરી થઈ ગઈ છે? ડેલીસ્ટારના રિપોર્ટ પ્રમાણે અથોસે 2023માં કહ્યું હતું કે સૌર જ્વાળા પૃથ્વીથી ટકરાશે. એક કોરોનલ માસ ઇજેક્શન  (CME)આપણી તરફ આવી રહ્યું છે.

પૃથ્વી સાથે ટકરાશે સૌર તોફાન
ચુંબકીય ક્ષેત્ર અને પ્લાઝ્મા દ્રવ્યમાનનું સૂર્યથી નિકળવું CME હોય છે. પરંતુ આવું દર થોડા દિવસમાં થાય છે, પરંતુ તેનો પૃથ્વી પર વધુ પ્રભાવ પડતો નથી. પરંતુ 24 માર્ચે વૈજ્ઞાનિકો તરફથી સૂર્યથી એક એક્સ-ક્લાસ કોરોનલ માસ ઇજેક્શન નોંધવામાં આવ્યો હતો. 2017 બાદ આ સૌથી મોટું સૌર તોફાન માનવામાં આવી રહ્યું છે. તેના પ્રભાવને હજુ સુધી માપવામાં આવ્યો નથી. પરંતુ સલેમના અનુમાન પ્રમાણે સૌર વિસ્ફોટ ત્રણ દિવસ સુધી ગાઢ અંધારામાં રહેશે. 8 એપ્રિલે પૂર્ણ સૂર્ય ગ્રહણ લાગશે, આ દરમિયાન સૂર્યનો પડછાયો અમેરિકામાં પણ અંધારૂ કરી દેશે. તેની ભવિષ્યવાણી અને ગ્રહણને પણ જોડવામાં આવી રહ્યું છે.

શું છે ભવિષ્યવાણી?
નોસ્ટ્રાડેમસ ફ્રાન્સના ભવિષ્યવક્તા હતા. માનવામાં આવે છે કે તેમણે હિટલરનો ઉદય, લંડનની આગ, જોન એફ કેનેડીની હત્યા અને 9/11 હુમલાની ભવિષ્યવાણી કરી હતી. સલોમ તેમના પગલે ચાલી રહ્યાં છે. અથોસના દાવા પ્રમાણે આગામી વર્ષે અંતરિક્ષથી એક ઉલ્કાપિંડ સુરક્ષિત રૂપથી ધરતી પર લેન્ડ કરશે. તેનો તે પણ દાવો છે કે એઆઈ જાગૃત થઈ જશે. જેનાથી મશીન મનુષ્યો વિરુદ્ધ વિદ્રોહ કરી દેશે. તેનું ત્રીજા વિશ્વયુદ્ધને લઈને કહેવું છે કે દક્ષિણ ચીન સાહરથી તે શરૂ થઈ શકે છે. 

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news