મુંબઈ ઈન્ડિયન્સની આ ભૂલની હાર્દિક પંડ્યાને મળી રહી છે 'સજા', રવિ શાસ્ત્રીએ કહ્યું- કેપ્ટન બનાવતા સમયે...

હાર્દિક પંડ્યાને આઈપીએલ 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રોહિત શર્માને અચાનક કેપ્ટન પદેથી હટાવતા તેના ફેન્સ નારાજ છે. રવિ શાસ્ત્રીએ ફ્રેન્ચાઇઝીને લઈને મહત્વની વાત કહી છે. 

મુંબઈ ઈન્ડિયન્સની આ ભૂલની હાર્દિક પંડ્યાને મળી રહી છે 'સજા', રવિ શાસ્ત્રીએ કહ્યું- કેપ્ટન બનાવતા સમયે...

મુંબઈઃ હાર્દિક પંડ્યા જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવ્યો છે. ત્યારથી અનેક ફેન્સ નારાજ છે. એમઆઈએ આઈપીએલ-2024 પહેલા રોહિત શર્માની જગ્યાએ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. રોહિતની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે પાંચ ટ્રોફી જીતી હતી. મુંબઈ ઈન્ડિયન્સની વર્તમાન સીઝનમાં હાલત ખરાબ છે. ફ્રેન્ચાઇઝીએ શરૂઆતી ત્રણ મેચ ગુમાવી દીધી છે અને પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે. હાર્દિકે ત્રણ મેચ દરમિયાન મેદાન પર હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. 

તો ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સની એક ભૂલને કારણે ફેન્સના નારાજ થવાની સજા મળી રહી છે. શાસ્ત્રીએ કહ્યું કે જો ફ્રેન્ચાઇઝીએ સંવાદમાં સ્પષ્ટતા દેખાડી હોત તો હાર્દિકને લઈને ફેન્સના ગુસ્સાથી બચી શકાતું હતું. તેમણે સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું- આ ભારતીય ક્રિકેટ ટીમ રમી રહી નથી. આ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ છે. તેણે મોટી રકમ ખર્ચ કરી છે. તે માલિક છે અને કેપ્ટનની નિમણૂંક કરવી તેનો અધિકાર છે. મને લાગે છે કે મામલામાં સંવાદમાં સ્પષ્ટતા સાથે સારી રીતે સંભાળી શકાતો હતો.

ભારતના પૂર્વ કોચે કહ્યું- જો તમે હાર્દિકને કેપ્ટન બનાવવા ઈચ્છતા હતા તો કહી શકતા હતા કે અમે ભવિષ્યને ધ્યાનમાં રાખી નિર્ણય કરી રહ્યાં છીએ. રોહિતે શાનદાર કામ કર્યું છે, આ બધા જાણે છે. અમે ઈચ્છીએ છીએ કે ટીમને આગળ વધારવા માટે તે આગામી ત્રણ વર્ષ હાર્દિકની મદદ કરે. શાસ્ત્રીએ કહ્યું- હાર્દિકને મારી સલાહ હશે કે તે શાંત રહે, ધૈર્ય રાખે, નજરઅંદાજ કરે અને માત્ર પોતાની ગેમ પર ધ્યાન આપે. પ્રદર્શન શરૂ કરે. મુંબઈ ઈન્ડિયન્સ એક શાનદાર ટીમ છે. જો તે લયમાં આવી ગઈ તો સતત ત્રણ કે ચાર મેચ જીતી ગઈ તો મામલો થોડો શાંત થઈ જશે. પરિણામથી વધુ કંઈ નથી. જો તમે મેચ જીતશો તો સ્થિતિ બદલાઈ જશે. 

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news