ભાવનગરમાં SPએ 7 પોલીસ જવાનોને કર્યા સસ્પેન્ડ, જાણો શું છે સમગ્ર મામલો?

રવિવારે LCBએ સિંહોરમાંથી વિદેશ દારૂ ઝડપ્યો હતો. રેડમાં વિદેશી દારૂ સહિત 12.55 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. દારૂ પકડાયા બાદ જિલ્લા પોલીસ અધિક્ષકની કાર્યવાહી કરવામાં આવી હતી.

ભાવનગરમાં SPએ 7 પોલીસ જવાનોને કર્યા સસ્પેન્ડ, જાણો શું છે સમગ્ર મામલો?

ઝી બ્યુરો/ભાવનગર: ભાવનગરનમાં એક  ઝાટકે મોટા પ્રમાણમાં પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી હતી. ભાવનગરમાં SPએ 7 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દીધા છે. 6 D-સ્ટાફના જવાનો અને 1 બીટ જમાદાર સસ્પેન્ડ થયા છે. 

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, રવિવારે LCBએ સિંહોરમાંથી વિદેશ દારૂ ઝડપ્યો હતો. રેડમાં વિદેશી દારૂ સહિત 12.55 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. દારૂ પકડાયા બાદ જિલ્લા પોલીસ અધિક્ષકની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ તે દરમિયાન ફરજમાં બેદરકારી દાખવનાર 6 ડી સ્ટાફના જવાનો અને બીટ જમાદાર સહિત 7 જવાનોને સસ્પેન્ડ કરી દેવાયા છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રવિવારે એલસીબીએ સિહોર પંથકમાંથી વિદેશી દારૂ ઝડપ્યો હતો. રેડ દરમ્યાન વિદેશી દારૂ સહિત 12.55 લાખનો મુદ્દામાલ પણ ઝડપાયો હતો. જે સંદર્ભે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને રેડ દરમિયાન ફરજમાં બેદરકારી દાખવનાર 6 ડી સ્ટાફના જવાનો અને બીટ જમાદાર સહિત 7 જવાનોને સસ્પેન્ડ કરી દેવાનો ઓર્ડર છૂટ્યો હતો.

આ સાથે જ ભાવનગર એસપી એ સાત પોલીસ જવાનોને સસ્પેન્ડ કર્યા છે. જેમાં 6 ડી સ્ટાફના જવાનો અને 1 બીટ જમાદારનો સમાવેશ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news