જનતા કર્ફ્યૂમાં જોડાયો સુરતનો હીરા ઉદ્યોગ, બે દિવસ બંધ રાખશે તમામ કામ

ગુજરાતમાં કોરોના વાયરસ (corona virus) ના 8 જેટલા પોઝીટીવ કેસ નોંધાતા સરકાર હરકતમાં આવી છે. કોરોના વાયરસના કેસમાં એકાએક વધારો થઇ રહ્યો છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિતામાં પણ વધારો થયો છે. કોરોના વાયરસ સામે એકસાથે લડવા દેશના વડાપ્રધાન મોદીએ આવતીકાલે જનતા કરફ્યુમાં સહભાગી થવા તમામ દેશવાસીઓને અપીલ કરી છે. જ્યાં સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી સુરત (surat) હીરા ટ્રેડિંગ બજાર બે દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે હીરા યુનિટો પણ સદંતર બંધ રાખવામાં આવશે. 
જનતા કર્ફ્યૂમાં જોડાયો સુરતનો હીરા ઉદ્યોગ, બે દિવસ બંધ રાખશે તમામ કામ

ચેતન પટેલ/સુરત :ગુજરાતમાં કોરોના વાયરસ (corona virus) ના 8 જેટલા પોઝીટીવ કેસ નોંધાતા સરકાર હરકતમાં આવી છે. કોરોના વાયરસના કેસમાં એકાએક વધારો થઇ રહ્યો છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિતામાં પણ વધારો થયો છે. કોરોના વાયરસ સામે એકસાથે લડવા દેશના વડાપ્રધાન મોદીએ આવતીકાલે જનતા કરફ્યુમાં સહભાગી થવા તમામ દેશવાસીઓને અપીલ કરી છે. જ્યાં સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી સુરત (surat) હીરા ટ્રેડિંગ બજાર બે દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે હીરા યુનિટો પણ સદંતર બંધ રાખવામાં આવશે. 

કોરોનાના ડર વચ્ચે સરહદી સૂઈગામમાં એકાએક આવેલી બે વિદેશી મહિલાઓ બની માથાનો દુખાવો  

હીરાના ટ્રેડિંગ બજારના સંચાલકોએ સ્વયંભૂ બંધ પાળ્યો 
વડાપ્રધાનની અપીલ બાદ સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા લેવામાં આવેલ નિર્ણયને લઈ આજથી બે દિવસ માટે હીરાના ટ્રેડિંગ બજારના સંચાલકોએ સ્વયંભૂ બંધ પાળ્યો છે. હીરા ઉદ્યોગ સાથે રત્ન કલાકારો સહિત આઠથી દસ લાખ લોકો સંકળાયેલા છે. સાથે જ પાંચ લાખ રત્ન કલાકારો રોજગારી મેળવે છે. ત્યારે આવતીકાલે સુરતના હીરા બજારમાં આવેલ આશરે ત્રણ હજાર જેટલા નાના-મોટા હીરા કારખાનાઓ આવતીકાલે જનતા કરફ્યૂમાં સહભાગી બની બંધ પાળવાના છે. ઉલ્લેખનિય છે કે હીરા બજારમાં આવેલ હીરા કારખાનાઓમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો કામ કરે છે.

વિદેશથી આવેલા 44 લોકોને શોધી કઢાયા
સુરતમાં વિદેશ અવનારાઓ પર તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આવામાં વિદેશથી આવેલા 44 લોકોની માહિતી મળી છે. જાગૃત નાગરિકોએ ટોલ ફ્રી નંબર પર આ માહિતી આપી છે. જેમાં તમામના ઘરે મનપાના આરોગ્ય વિભાગની ટીમ પહોંચી ચૂકી છે. તમામ લોકોને હોમ કોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. 14 દિવસ સુધી ઘરની બહાર નહીં નીકળવા આદેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ ને લઈ સુરતની આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ મોડમાં આવી ગઈ છે. રેલવે પ્લેટફોર્મ પર હેલ્થ વિભાગની ટીમ તૈનાત કરાઈ છે. ત્યારે આ ટીમ સઘન ચેકિંગ કરશે. 

સુરત રેલવે સ્ટેશન પર થંભી જશે ટ્રેનના પૈડા
ભારતમાં નોંધાયેલ કોરોના વાયરસના પોઝીટિવ કેસો અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર જનતાને જનતા કરફ્યુની અપીલ કરાઈ હતી. જેને પગલે 22 મી માર્ચના રોજ ટ્રેન સેવા બંધ રાખવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આજ રાત્રિના બાર વાગ્યાથી ટ્રેન સેવા સદંતર બંધ કરી દેવામાં આવશે. જે ટ્રેન સેવા 22મી માર્ચના રાત્રિના દસ વાગ્યા સુધી બંધ રહેશે. ત્યારે વેપાર ઉદ્યોગને કારણે સતત ધમધમતા સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનોના પૈડા પણ થંભી જશે. સુરત રેલવે સ્ટેશનથી પ્રતિદિવસ આશરે બે થી અઢી લાખ જેટલા મુસાફરોનો ઘસારો રહે છે. ત્યારે એક દિવસ માટે ટ્રેન સેવા બંધ રહેવાના કારણે અઢી લાખ જેટલા મુસાફરો પર તેની અસર રહેશે. સુરતથી પ્રતિ દિવસ 300 જેટલી ટ્રેનો અપ અને ડાઉન કરે છે. ત્યારે રેલવે વિભાગ દ્વારા વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે 22મીના રોજ રાત્રિના દસ વાગ્યા બાદ ફરી ટ્રેન સેવા રાબેતા મુજબ થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news