દેશની બે દિકરીઓ પીંખાઇ તો કોંગ્રેસનું પેટનું પાણી પણ ન હલ્યું, રાહુલની અટકાયત માત્રથી રસ્તા પર ઉતરી
હાથરશની ઘટના બાદ કોંગ્રેસ (Congress) ના નેતા રાહુલ ગાંઘી અને પ્રિયંકા ગાંધી સાથે ધક્કા મુક્કી કરવામાં આવી હતી. જેને લઈને ગુજરાત કોંગ્રેસ (Congress) દ્વારા આ ઘટનાને વખોડી નાખવમાં આવી હતી. પહેલા કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદયોજી હતી.
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ : હાથરશની ઘટના બાદ કોંગ્રેસ (Congress) ના નેતા રાહુલ ગાંઘી અને પ્રિયંકા ગાંધી સાથે ધક્કા મુક્કી કરવામાં આવી હતી. જેને લઈને ગુજરાત કોંગ્રેસ (Congress) દ્વારા આ ઘટનાને વખોડી નાખવમાં આવી હતી. પહેલા કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદયોજી હતી. ત્યાર બાદ દેખાવ અને કેન્ડલ માર્ચનો કાર્યકર્મ યોજવામાં આવી હતી. કેન્ડલમાર્ચ કોંગ્રેસના અનેક અગ્રણીઓ જોડાયા હતા.
આ દેખાવમાં કોંગ્રેસ શશીકાંત પટેલ મનીશ દોષી સહીત NSUI માં કાર્યકર્તાઓ અને મહિલા કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આ કાર્યકર્મ પાલડી ખાતે આવેલી કોંગ્રેસ (Congress) ઓફિસેથી કેન્ડલ માર્ચ સવરૂપે નીકળ્યો હતો ત્યાર બાગ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પુતળા દહન યોજવામાં આવવના હતા. પરંતુ કોંગ્રેસ પુતળા દહન કરે તે પહેલા બંદોબસ્તમાં રહેલી એલીસબ્રીજ પોલીસે પુતળાને પોતાના કબજામાં લઇ લીધું હતું. ત્યારબાદ કોંગ્રેસ (Congress) ના કાર્યકર્તાઓ વિફર્યા હતા. પાલડી આગળ આવેલા ચાર રસ્તા વચ્ચે રસ્તા રોક્યા અને ટ્રાફિક જામ કર્યા હતા.
ત્યારબાદ કોંગ્રેસ (Congress) ના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. ત્યાર બાદ વીએસ હોસ્પિટલ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વિફરેલી પોલીસે તમામ લોકોને ટીંગા ટોળી કરી પોલીસના વાહનોમાં બેસાડ્યા હતા. તમામ લોકોને એલીસબ્રીજ પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો હાથરસ અને રાજસ્થાન દુષ્કર્મ મુદ્દે ચુપ હતા પરંતુ રાહુલ ગાંધીની અટકાયત થતાની સાથે જ અલગ અલગ સ્થળો પર વિરોધ પ્રદર્શન ચાલુ કરી દીધા હતા. ત્યારે સવાલ થાય છે કે, વિરોધ પ્રદર્શન દેશને હલાવી દેનારી ઘટનાઓ પર થવું જોઇએ કે પોતાનાં નેતાની અટકાયત મુદ્દે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે