મોદી સરકાર માટે એક સાથે 4 સારા સમાચાર, અર્થવ્યવસ્થા પાટા પર આવવા લાગી!

કોરોના સંકટને કારણે સૌથી વધુ ભારતીય અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ છે. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો. પરંતુ ઓક્ટોબર મહિનાના પ્રથમ દિવસે એક બાદ એક ઇકોનોમી સાથે જોડાયેલા રાહત આપતા ચાર સમાચાર આવ્યા છે. 
 

 મોદી સરકાર માટે એક સાથે 4 સારા સમાચાર, અર્થવ્યવસ્થા પાટા પર આવવા લાગી!

નવી દિલ્હીઃ ભારતમાં માર્ચ મહિનામાં કોરોનાના સંક્રમણની શરૂઆત થઈ હતી. સ્થિતિને કાબુમાં કરવા માટે માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. તેનાથી દેશભરમાં આર્થિક ગતિવિધિઓ પ્રભાવિત થી હતી. ઘણા ઉદ્યોગ તો હજુ સુધી સંપૂર્ણ રીતે બંધ છે. પરંતુ આ વચ્ચે સરકાર માટે એક સાથે ઘણા સારા સમાચાર આવ્યા છે. 

હકીકતમાં કોરોના સંકટને કારણે સૌથી વધુ ભારતીય અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ છે. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો. પરંતુ ઓક્ટોબર મહિનાના પ્રથમ દિવસે એક બાદ એક ઇકોનોમી સાથે જોડાયેલા રાહત આપતા ચાર સમાચાર આવ્યા છે. 

વીજળી વપરાશમાં વધારો
વીજળીના વપરાસમાં વધારાથી અર્થવ્યવસ્થામાં સુધારના સંકેત મળે છે અને સપ્ટેમ્બર મહિનામાં વીજળીના વપરાશમાં સારો વધારો નોંધાયો છે. દેશનો કુલ વીજળી વપરાશ સપ્ટેમ્બરમાં 5.6 ટકા વધઈને 113.54 અબજ યૂનિટ્સ રહ્યો. તેની પહેલા છ મહિના સુધી સતત વીજળીના વપરાશમાં ઘટાડો નોંધાયો હતો. 

ઔદ્યોગિક અને વ્યાપારિક ગતિવિધિઓમાં તેજી
વીજળીના વપરાશમાં વધારાનો અર્થ છે કે કોરોના મહામારી વચ્ચે ઔદ્યોગિક અને વ્યાપારિક ગતિવિધિઓમાં તેજી આવી છે. વીજળી મંત્રાલયના આંકડા પ્રમાણે પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં 107.52 અબજ યૂનિટ્સ વીજળીનો વપરાશ થયો હતો. વીજળી વપરાશમાં એપ્રિલમાં 23.2 ટકા, મેમાં 14.9 ટકા, જૂનમાં 10.9 ટકા, જુલાઈમાં 3.7 ટકા અને ઓગસ્ટમાં 1.7 ટકાનો ઘટાડો થયો હતો.

જીએસટી કલેક્શનમાં વધારો
સરકારનો ખજાનો ધીરે-ધીરે ભરાવા લાગ્યો છે. સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શનમાં મોટો વધારો થયો છે. નાણા મંત્રાલય તરફથી જારી આંકડા પ્રમામે સપ્ટેમ્બરમાં માલ તથા સેવા કર (જીએસટી) કલેક્શન 95480 કરોડ રૂપિયા રહ્યું, જે પાછલા વર્ષે સપ્ટેમ્બરના મુકાબલે 4 ટકા વધુ છે. સપ્ટેમ્બર 2019મા કુલ જીએસટી કલેક્શન 91,916 કરોડ રૂપિયા રહ્યું હતું. 

ચાલુ નાણાકીય વર્ષમાં સૌથી વધુ જીએસટી કલેક્શન
આ સિવાય પાછલા મહિને એટલે કે ઓગસ્ટના મુકાબલે પણ જીએસટી કલેક્શનમાં વધારો થયો છે. ઓગસ્ટમાં જીએસટી કલેક્શન 86449 કરોડ રૂપિયા રહ્યું હતું. જુલાઈમાં આ કલેક્શન 87,422 કરોડ રૂપિયા રહ્યું હતું. સપ્ટેમ્બર 2020મા નિયમિત નિકાલ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મેળવેલ કુલ આવક સીજીએસટી માટે 39001 કરોડ રૂપિયા અને એસજીએસટી માટે 40128 કરોડ રૂપિયા છે. 

સપ્ટેમ્બરનો મેન્યુફેક્ચરિંગ PMI આશરે 9 વર્ષના ઉચ્ચ સ્તર પર
આ સિવાય કોરોના સંકટ વચ્ચે સપ્ટેમ્બરમાં મેન્યુફેક્ચરિંગના મોર્ચા પર સારા સમાચાર આવ્યા છે. PMIના આંકડા પ્રમાણે સપ્ટેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ સાડા આઠ વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. દેશમાં મેન્ચુફેક્ચરિંગ (વિનિર્માણ ક્ષેત્ર)ની ગતિવિધિઓમાં સપ્ટેમ્બરમાં સતત બીજા મહિને સુધાર થયો છે. 

મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓમાં સુધાર
આઈએચએસ માર્કેટ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ (પીએમઆઈ) સપ્ટેમ્બરમાં વધીને 56.8 પર પહોંચી ગયો. ઓગસ્ટમાં તે 52 પર હતો. પીએમઆઈ 50થી ઉપર હોવાનો મતલબ છે કે મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ વધી રહી છે અને 50થી ઓછાનો મતલબ છે કે તેમાં ઘટાડો છે. જાન્યુઆરી 2012 બાદ આ પીએમઆઈનું સૌથી ઉચ્ચ સ્તર છે. 

ગ્રેટર નોઇડામાં રાહુલ-પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના 203 નેતાઓ વિરુદ્ધ FIR દાખલ

બેરોજગારી દરમાં પણ સુધાર
રોજગારના મોર્ચા પર પણ સપ્ટેમ્બરમાં સ્થિતિ સુધરી છે, જેથી અર્થવ્યવસ્થાને બળ મળશે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં રાષ્ટ્રીય સ્તર પર બેરોજગારીનો દર ઘટીને 6.7 ટકા પર આવી ગયો છે. ઓગસ્ટ મહિનામાં 8.3 ટકા નોંધાયો હતો. તે પ્રમાણે સપ્ટેમ્બર મહિનાના અંતમાં બેરોજગારી દર 6.7 ટકા આવવાને અર્થવ્યવસ્થામાં સુધારના સંકેતના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. ૃ

બેરોજગારી મોટી સમસ્યા
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMIE)ના આંકડા પ્રમાણે 29 સપ્ટેમ્બરે દેશના શહેરી ક્ષેત્રોમાં બેરોજગારી દર 8.5 ટકા અને ગ્રામીણ ક્ષેત્રમાં બેરોજગારી દર 5.8 ટકા નોંધાયો છે. શહેરી ક્ષેત્રમાં બેરોજગારીની સ્થિતિમાં સુધાર થયો છે, પરંતુ હજુ તે સંકટપૂર્ણ સ્થિતિમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news