અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે ચરોતરના 7 સંતોને આમંત્રણ, જાણો કોણ કોણ છે?
વડતાલ સ્વામિનારાયણ મંદિરના ત્રણ સંતોને અયોધ્યા રામ મંદિર તરફથી આમંત્રણ આપી દેવામા આવ્યુ છે. વડતાલ ટેમ્પલ કમીટીના ચેરમેન દેવ પ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડૉ સંત વલ્લભ સ્વામી, સત્સંગ મહાસભાના અધ્યક્ષ નૌતમ સ્વામીને આમંત્રણ આપવામા આવ્યુ છે.
Trending Photos
ઝી બ્યુરો/ખેડા: 22 જાન્યુઆરીની દેશના તમામ સનાતનીઓ કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે. સામન્ય લોકોને તો 22 તારીખે અયોધ્યામા દર્શન થવાના નથી. પરંતુ ગુજરાતમા કેટલાય લોકોને ખાસ આમંત્રણ આપવામા આવ્યુ છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ચરોતરના સાત સંતોને પણ આમંત્રણ છે.
વડતાલ સ્વામિનારાયણ મંદિરના ત્રણ સંતોને અયોધ્યા રામ મંદિર તરફથી આમંત્રણ આપી દેવામા આવ્યુ છે. વડતાલ ટેમ્પલ કમીટીના ચેરમેન દેવ પ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડૉ સંત વલ્લભ સ્વામી, સત્સંગ મહાસભાના અધ્યક્ષ નૌતમ સ્વામીને આમંત્રણ આપવામા આવ્યુ છે. આ ઉપરાંત નડિયાદના સંતરામ મંદિરના મુખ્ય મહંત રામદાસ મહારાજ, નિર્ગુણદાસ દાસ મહારાજ તથા ડાકોર દંડી આશ્રમના વિજયદાસ મહારાજને પણ આમંત્રણ આપી દેવામા આવ્યુ છે.
વડતાલ સ્વામિનારાયણ મંદિરના ત્રણેય સંતો આગામી 20મી તારીખે પ્લેન મારફતે અયોધ્યા પહોંચશે. આ ઉપરાંત વડતાલ મંદિર ધ્વારા અયોધ્યામા વિશેષ આયોજન કરાયું છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સતત 20 દિવસ સુધી ભાવિક ભક્તો માટે વડતાલ મંદિર ધ્વારા ભોજનની વ્યવસ્થા ગોઠવવામા આવી છે.
મહત્વનું છે કે દરરોજ એક લાખ લોકો જમી શકે એવી વ્યવસ્થા મંદિરે ગોઠવી છે. અંદાજીત 25 લાખ લોકોને અયોધ્યામા વડતાલ મંદિર ભોજન પ્રસાદી વિનામૂલ્યે આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે