સાપુતારામાં ગમખ્વાર અકસ્માત; લાકડાં ભરેલી ટ્રકની નીચે ક્રેટા કાર દબાઈ, 4નાં કરૂણ મોત

મહારાષ્ટ્રથી લાકડાનો જથ્થો ભરી દહેગામ જતી દસ વ્હીલર ટ્રક નંબર જીજે ૧૪ એક્સ ૦૭૮૬ના ટ્રક ચાલકે ઘાટમાર્ગમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત સ્થળે ક્રેટા કાર નંબર જીજે 14 એક્સ 0786 ઉપર પલ્ટી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

સાપુતારામાં ગમખ્વાર અકસ્માત; લાકડાં ભરેલી ટ્રકની નીચે ક્રેટા કાર દબાઈ, 4નાં કરૂણ મોત

હિતાર્થ પટેલ/ડાંગ: જિલ્લાના ફેમસ હિલ સ્ટેશન ગણાતાં સાપુતારા જતાં મુખ્ય માર્ગ ઉપર અવર નવર ગંભીર અકસ્માતો સર્જાતા રહેતાં હોય છે, ત્યારે મહારાષ્ટ્રથી લાકડાનો જથ્થો ભરી દહેગામ જતી દસ વ્હીલર ટ્રક નંબર જીજે ૧૪ એક્સ ૦૭૮૬ના ટ્રક ચાલકે ઘાટમાર્ગમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત સ્થળે ક્રેટા કાર નંબર જીજે 14 એક્સ 0786 ઉપર પલ્ટી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં ગાંધીનગર પાર્સિંગની ક્રેટા કારમાં પ્રવાસી મુસાફરોમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિ જેમાં એક બાળક બે મહિલા એક પુરુષના મોત થયા હતા. એક મહિલાને ઈજા પહોંચતા તાત્કાલિક નજીકની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ગંભીર અકસ્માતની ઘટનાને પગલે ડાંગ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ, સાપુતારા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.જે નિરંજન, ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસના જવાનો, વાહન ચાલકો સહિત આજુબાજુના લોકો દોડી આવી મદદે પહોંચ્યા હતા, પરંતુ તાત્કાલિક ક્રેનની વ્યવસ્થા ઉભી ન થતાં ચગદાયેલ મુસાફરોને કાઢવા માટે અવરોધ ઉભો થયો હતો. સાપુતારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરતાં તાત્કાલિક ક્રેન બોલાવી ટ્રક નિચેથી કાર માંથી મુસાફરોને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગાંધીનગરના પાલેજ ગામના રાજપૂત પરિવારના ત્રણ લોકો અને અન્ય બે લોકો કારમાં સવાર હતા જેઓ અકસ્માત નો ભોગ બન્યા : અમિત રાજપૂત તેમની પત્ની પ્રિયન્કા રાજપૂત અને તેમની આશરે બે વર્ષની દીકરી અનાયા નું કમકમાટી ભર્યું મોત થયું છે, કારમાં સવાર અન્ય એક મહિલા રમાબેન ઠાકુરે પણ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે મીરાબેન ઠાકુર નામની મહિલાને ઇજા પહોંચી છે અકસ્માત ની ખબર મળતા પોલીસ અને ૧૦૮ ની ટિમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી સાપુતારા નાસિક માર્ગ ઉપર બન્ને તરફ ટ્રાંફિક જામ થઈ ગયો હતો.

સાપુતારા ના ત્રણ કિમિ નો માર્ગ અત્યંત ગોઝારો બન્યો હોવા છતાં નેશનલ ઓથોરિટી દ્વારા ક્રેઇનની કોઈ વ્યવસ્થા ન કરતા અકસ્માતમાં સપડાયેલા લોકોને સમયસર સારવાર ન મળતા કમોતે ભેટવું પડે છે અકસ્માત ને નજરે જોનારા પ્રવાસીઓમાં અરેરાટી ફેલાઈ હતી ,તેમજ ટ્રક નીચે ચગદાઈ ગયેલ પ્રવાસીઓને લાચારી થી જોઈ રહ્યા હતા. સાપુતારા ઘાટ માર્ગમાં અવરનવર અકસ્માતોનો સિલસિલો યથાવત રહેશે તો સાપુતારા ફરવા આવતાં પ્રવાસીઓમાં ઘટાડો થશે.

 

સાપુતારા વઘઇ રાજ્યધોરીમાર્ગનું નવીનીકરણ થયું હોવા છતાંય અકસ્માતમાં ઘટાડો નોંધાવાની જગ્યાએ ઘાટમાર્ગમાં મોત થવાની સાથે અકસ્માત વધવા પામ્યા છે. ત્યારે આ સાપુતારા ઘાટમાર્ગની સમસ્યા બાબતે આગામી દિવસોમાં અકસ્માતમાં ઘટાડો કેવી રીતે થાય તે બાબતે તંત્રએ વિચાર કરી આગળની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news