દેશમાં કોરોનાના સૌથી મોટા હોટસ્પોટમાં સૌરાષ્ટ્રના 16 નિવૃત્ત સૈનિકો ફસાયા

લોકડાઉન (Lockdown) ને કારણે નિવૃત્ત થયા બાદ પુણેમાં ફસાયેલ સૌરાષ્ટ્ર (Rajkot) ના 16 આર્મી જવાનોએ સરકાર પાસે મદદ માટે હાથ લંબાવ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે દેશના અસલી યોદ્ધાઓ હાલ પૂણેમાં ફસાયા છે. સેનામાંથી નિવૃત્ત થઈને વતન પરત આવવા આ નિવૃત્ત સૈનિકો સરકારને કરગરી રહ્યાં છે. તેઓએ કહ્યું કે, અમને ઘરે પહોંચાડો, અમારા પરિવાર ચિંતામાં છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના બીજા સૌથી મોટા શહેર પૂણેમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. તેનો કેસ વધવાનો દર સૌથી વધુ છે. જે નિવૃત્ત જવાનોમાં ફફડાટ ફેલાયો છે. 
દેશમાં કોરોનાના સૌથી મોટા હોટસ્પોટમાં સૌરાષ્ટ્રના 16 નિવૃત્ત સૈનિકો ફસાયા

રક્ષિત પંડ્યા/રાજકોટ :લોકડાઉન (Lockdown) ને કારણે નિવૃત્ત થયા બાદ પુણેમાં ફસાયેલ સૌરાષ્ટ્ર (Rajkot) ના 16 આર્મી જવાનોએ સરકાર પાસે મદદ માટે હાથ લંબાવ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે દેશના અસલી યોદ્ધાઓ હાલ પૂણેમાં ફસાયા છે. સેનામાંથી નિવૃત્ત થઈને વતન પરત આવવા આ નિવૃત્ત સૈનિકો સરકારને કરગરી રહ્યાં છે. તેઓએ કહ્યું કે, અમને ઘરે પહોંચાડો, અમારા પરિવાર ચિંતામાં છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના બીજા સૌથી મોટા શહેર પૂણેમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. તેનો કેસ વધવાનો દર સૌથી વધુ છે. જે નિવૃત્ત જવાનોમાં ફફડાટ ફેલાયો છે. 

Breaking : અમદાવાદમાં કોંગ્રેસના કાઉન્સિલર કમળાબેન ચાવડાને કોરોના નીકળ્યો

સમગ્ર દેશ જ્યારે કોરોનાની આ વિકટ મહામારી સામે લડી રહ્યો છે ત્યારે ફ્રન્ટ લાઈનમાં કામ કરતા તબીબો, મેડીકલ સ્ટાફ તથા પોલીસ સહીતનાં વિભાગના લોકોને ભારતભરમાંથી સન્માન મળી રહ્યું છે. પરંતુ જેઓ આપણા ભારત દેશને કાયમી દુશ્મનોથી સુરક્ષિત રાખે છે તેવા આપના માજી સૈનિકો અત્યારે ફસાયા હોવાની માહિતી મળી હતી. સમગ્ર ભારતના જુદા-જુદા વિસ્તારો જેવા કે, જમ્મુ-કાશ્મીર, લેહ, આસામ, પુણે, ભુજ આ બધી જગ્યાએથી સેનાની ફરજમાંથી નિવૃત્તિ મેળવીને આવેલા અંદાજીત ગુજરાતના 16 જેટલા સિપાઈઓ પોતાની નિવૃત્તિ બાદ પુણે ખાતે પોતાના વહીવટી કામે ગયા હતા. એ સમયે સમગ્ર ભારતમાં લોકડાઉન લાદવામાં આવતા આ 16 જેટલા માજી સૈનિકો પુણે ખાતે ફસાયા છે. જ્યારે 31 માર્ચ, ૨૦૨૦નાં જ દિવસે સમગ્ર ભારતમાં નિવૃત થયેલા અનેક માજી સૈનિકો પોતાના ઘરે પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ માજી સૈનિકો સૌરાષ્ટ્રના અલગ-અલગ 6 જિલ્લાઓના રહેવાસી છે. જેઓ પોતાના વતન ખાતે પરત આવવા માટે સરકારને છેલ્લાં 15 દિવસથી આજીજી કરી રહ્યા છે અને કરગરી રહ્યા છે. 

કોર્પોરેશનનો મોટો લોચો, જેલના કેદીઓને બદલે પોલીસ કર્મચારીઓને કોરોના પોઝિટિવ બતાવ્યા

આ સૈનિકોએ ઝી 24 કલાકને જણાવ્યું કે, અમે ગુજરાતનાં મુખ્યમંત્રી તથા જે-તે જીલ્લાનાં કલેકટરને પોતાને પૂણેથી વતન પરત ફરવા માટે પરવાનગી પાસ આપવા બાબતે અરજીઓ કરી છે. પરંતુ જિલ્લા કલેકટરે આ અરજીઓ રદ કરી નાખી છે અને વતન આવવા માટે પૂણે (મહારાષ્ટ્ર)નાં પ્રશાસન પાસે અરજી કરીને પરવાનગી પાસ મેળવવાનું જણાવ્યું છે. મહત્વની વાત કહી શકાય કે, જ્યારે આ માજી સૈનિકોએ મહારાષ્ટ્ર રાજ્યના ડીજીપી સહિતના પ્રશાસન પાસે પરવાનગી માંગવા માટે અરજી કરી ત્યારે તેઓ દ્વારા ગુજરાતનાં તમારા જે તે જિલ્લામાંથી કલેક્ટર દ્વારા તમને પરવાનગી મળી શકે તેવું જણાવી તમામ અરજીઓને રદ કરી નાખવામાં આવી હતી.

આ ઉપરાંત આ માજી સૈનિકોએ અનેક જગ્યાએ પોતાને વતન પરત ફરવા માટે અરજીઓ કરેલી છે. પરંતુ અંતે આ તમામ 16 માજી સૈનિકો હતાશ થઈને હવે ગુજરાત સરકાર તરફથી અથવા ભારત સરકાર તરફથી કોઈ મદદ મળે તેની રાહ જોઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news