28 april news News

ગર્વની લેવાની વાત, ગુજરાતના આ 3 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી
Apr 28,2020, 17:26 PM IST
દેશમાં કોરોનાના સૌથી મોટા હોટસ્પોટમાં સૌરાષ્ટ્રના 16 નિવૃત્ત સૈનિકો ફસાયા
Apr 28,2020, 12:17 PM IST
સુરતમાં ફસાયેલ ઉત્તર પ્રદેશના મજૂરોને વતન મોકલવાની વ્યવસ્થા કરાઈ
સુરતમાં ટેક્સટાઈલ, ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝને કારણે મોટી સંખ્યામાં યુપી અને બિહારના લોકો કામ કરતા હોય છે. કોરોના વાયરસ (Coronavirus) ને પગલે કરાયેલા લોકડાઉન (lockdown)ને કારણે ઉદ્યોગ ધંધો ઠપ્પ થતા આ મજૂરો અટવાયા છે. તેમની આવક પર બ્રેક લાગી છે. જેને કારણે લોકડાઉનના એક મહિનામાં અનેકવાર યુપી બિહારના મજૂરો રોડ પર ઉતરી આવ્યા હતા, અને બેરોજગારી વિશે હલ્લાબોલ કર્યું હતું. ત્યારે સુરત (Surat) માં રહેતા ઉત્તર પ્રદેશના શ્રમિકો માટે મોટો નિર્ણય લેવાયો છે. મજૂરોને મોકલવા માટે સુરતથી ઉત્તર પ્રદેશ બસ રવાના કરવામાં આવશે. 37 જેટલા પેસેન્જર ભરેલી બસ ઉત્તર પ્રદેશ જશે. કેન્દ્ર સરકારની મંજૂરી અને રાજ્ય સરકારની સૂચના બાદ જિલ્લા કલેક્ટરે પરમીટ કરી છે. 
Apr 28,2020, 12:02 PM IST
કોર્પોરેશનનો મોટો લોચો, જેલના કેદીઓને બદલે પોલીસ કર્મચારીઓને કોરોના પોઝિટિવ બતાવ્યા
હવે સમગ્ર રાજ્યમાં કોરોના ખતરો મંડરાઇ રહ્યો છે તેવામાં હોસ્પિટલ સત્તાધીશોની સામાન્ય ભૂલ પોલીસકર્મીઓના પરિવારની મુશ્કેલીઓ વધારી રહી છે. 27 એપ્રિલના રોજ 197 કોરોના પોઝિટિવ દર્દીઓની વિગત હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવી. જેમાં ક્રમશઃ 68 અને 191 નંબરમાં બન્ને પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ હોવાનું જાહેર કરાયું હતું. પરંતુ હકીકત સાવ જુદી જ સામે આવી છે. આ બંન્ને પોલીસકર્મીઓ હેમખેમ છે. પરંતુ તેમની કામગીરી કેદી જાપ્તાની હોવાથી કેદીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં બે કેદીઓ ઇઝરાઈલ અને નવાબ ઉર્ફે કાલુને કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ આવ્યા હતા. જેને પગલે બંન્ને કેદીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે. ત્યારે હવે કહી શકાય કે, સાબરમતી જેલ (sabarmati jail) સુધી પણ કોરોના પહોંચી ગયો છે.  
Apr 28,2020, 10:42 AM IST

Trending news