UP ધર્માંતરણ કેસ: ગુજરાત ATS દ્વારા સલાઉદ્દીન શેખની ધરપકડ, NGO દ્વારા ફન્ડિંગનો આરોપ

ઉમર ગૌતમ પહેલા હિંદુ હતો પરંતુ વર્ષો પહેલા તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે. આ કેસમાં ગુજરાત (Gujarat) કનેક્શન સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે.

UP ધર્માંતરણ કેસ: ગુજરાત ATS દ્વારા સલાઉદ્દીન શેખની ધરપકડ, NGO દ્વારા ફન્ડિંગનો આરોપ

મૌલિક ધામેચા, અમદાવાદ: ગુજરાત એટીએસ (Gujarat ATS) અને યુપી એટીએસ (UP ATS) ની મદદથી અમદાવાદમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા સલાઉદ્દીન શેખ (Salauddin Shaikh) નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઉપર ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલા ધર્માંતરણ મામલે ફન્ડિંગ કરવાનો આરોપ લાગ્યો છે. આ આરોપી સલાઉદ્દીન (Salauddin Shaikh) ને 3 જુલાઇ સુધી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે ચોંકાવનારી માહિતી સામે આવી છે.

ગુજરાત એટીએસ (Gujarat ATS) પકડેલા સલાઉદ્દીન શેખ (Salauddin Shaikh) નામના વ્યક્તિની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી દ્વારા UP માં દાખલ થયેલ ધર્માંતરણ કેસમાં 10 લાખનું ફન્ડિંગ કર્યાનું સામે આવ્યું છે. આરોપીએ ત્રણ વખત હવાલા મારફતે રૂપિયા ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં મોકલ્યાનું તપાસમાં સામે આવ્યું. એટલું જ નહીં પણ આરોપી ગુજરાત ના વડોદરામાં પોતાની NGO ચલાવી રહ્યો છે. એક નહિ 2 એનજીઓ (NGO) માં વિદેશી ફન્ડિંગ મળતું હતું.

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઉંમર ગૌતમ સહિત અનેક વ્યક્તિઓ વિરુદ્ધ ધર્માંતરણ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ખાસ કરી ને રૂપિયા સહિત અન્ય લાલચ આપીને ધર્માંતરણ કરાવતા હતા. મુખ્યત્વે મુકબધીર અને મહિલાઓને વધુ ટાર્ગેટ બનાવતા હતા. ઉમર ગૌતમ પહેલા હિંદુ હતો પરંતુ વર્ષો પહેલા તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે. આ કેસમાં ગુજરાત (Gujarat) કનેક્શન સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે ત્યારે સલાઉદ્દીન સિવાય પણ આ ગેંગમાં કોણ કોણ સામેલ છે તે અંગે તપાસ કરવામાં આવશે.
 
કોણ છે ઉમર ગૌતમ?
મૌલાના ઉમર ગૌતમ આસામની મરકઝ-ઉલ-મારિફ નામની સંસ્થાની સાથે કામ કરતો અને આ સંગઠન બાંગ્લાદેશી અને રોહિંગ્યા નાગરિકો માટે કામ કરે છે. આસામમાં તેને આતંકી સંગઠન ગણાવીને 2010માં તેના વિરુદ્ધ દિસપુસમાં ફેરા અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) માં ધર્મપરિવર્તન લઈને હવે રોજબરોજ નવા નવા ખુલાસોઓ સામે આવી રહ્યાં છે. 

યુપી અને બીજાં રાજ્યોમાં થઈ રહેલા ધર્મપરિવર્તનના મામલાઓમાં વિદેશી ફંડિગની સાથે વિદેશી માસ્ટરમાઈન્ડનું કનેક્શન સામે આવી રહ્યું છે. હિંદુઓના ધર્મ પરિવર્તનના મામલે UP ATS એ અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી ચુકી છે. અને ATS એ લખનઉથી 21 જૂનના રોજ મૌલાના જહાંગીર અને મૌલાના ઉમર ગૌતમને પક્ડ્યા હતા. 

ત્યારબાદ સોમવારે મહારાષ્ટ્ર (Maharashtra) ના ઈરફાન શેખ, હરિયાણાના મન્નુ યાદવ ઉર્ફે અબ્દુલ મન્નાન અને નવી દિલ્હીથી રાહુલ ભોલાની ધરપકડ પણ કરી છે. તો આ પહેલાં લખનઉથી પકડાયેલા ઉમર ગૌતમના ઈસ્લામિક દાવા સેન્ટરના તાર કતરના સૌથી મોટા ધર્મપરિવર્તન કરાવનાર ઈન્ટરનેશનલ માસ્ટરમાઈન્ડ બિલાલ ફિલિપ સાથે જોડાયેલા છે. બિલાલ ફિલિપ ભારતના મોસ્ટ વોન્ટેડ ઝાકિર નાઇકનો સહયોગી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news