Black Sea Conflict: જો તમારા કારણે ત્રીજુ વિશ્વયુદ્ધ થયું તો... પુતિને અમેરિકા અને બ્રિટનને આપી ચેતવણી

 રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું કહેવુ છે કે અહીં વિવાદ વધી જાય તો પણ વિશ્વ યુદ્ધ થશે નહીં અને તે એટલા માટે કારણ કે પશ્ચિમી દેશોને તે ખ્યાલ છે કે તે વૈશ્વિક લડાઈમાં જીતી શકે નહીં. 

Black Sea Conflict: જો તમારા કારણે ત્રીજુ વિશ્વયુદ્ધ થયું તો... પુતિને અમેરિકા અને બ્રિટનને આપી ચેતવણી

મોસ્કોઃ કાલા સાગર (Black Sea) માં અમેરિકા-બ્રિટનની સાથે રશિયાનો તણાવ પાછલા સપ્તાહ બાદ વધવા લાગ્યો છે. ત્યાં સુધી કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું કહેવુ છે કે અહીં વિવાદ વધી જાય તો પણ વિશ્વ યુદ્ધ થશે નહીં અને તે એટલા માટે કારણ કે પશ્ચિમી દેશોને તે ખ્યાલ છે કે તે વૈશ્વિક લડાઈમાં જીતી શકે નહીં. આ પહેલા મોસ્કોએ દાવો કર્યો હતો કે તેના લડાકૂ વિમાનોએ 23 જૂને બ્રિટનની વિનાશક સબમરીન ડિફેન્ડરના રસ્તામાં બોમ્બ વરસાવ્યા હતા. પરંતુ બ્રિટને આવી ઘટનાથી ઇનકાર કર્યો છે. 

જીતી ન શકે પશ્ચિમી દેશ
પુતિનને તે સવાલ કરવામાં આવ્યો કે શું આ ઘટનાથી ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે? તેના પર પુતિને કહ્યુ કે, જો રશિયાએ બ્રિટનના યુદ્ધ જહાજને મારીને ડૂબાડી દીધુ હોત તો પણ તેની સંભાવના નથી કારણ કે પશ્ચિમી તાકાતોને ખ્યાલ છે કે વૈશ્વિક લડાઈમાં તે જીતી નહીં શકે.

પુતિને બુધવારે લાંબા લાઇવ કોલ-ઇન શોમાં કહ્યુ કે, આ દરમિયાન બ્રિટનની સાથે અમેરિકી વિમાન પણ હતું જેનું મિશન લગભગ બ્રિટિશ વિનાશક વહાણને રશિયાની સેના તરફથી મળનારી પ્રતિક્રિયા પર નજર રાખવાનું હતું. પુતિનનું કહેવું છે કે મોસ્કોને અમેરિકાના ઈરાદાનો ખ્યાલ છે અને સંવેદનશીલ આંકડાનો ખુલાસો કરવાથી બચવા માટે તે પ્રમાણે જવાબ આપવામાં આવ્યો. 

ક્રીમિયાની પાસે વધ્યો તણાવ
તો રશિયાએ ક્રીમિયામાં પોતાની એસ-400 ડિફેન્સ સિસ્ટમનો ટેસ્ટ શરૂ કરી દીધો છે. રશિયન સૈન્ય અધિકારી આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ઓપરેશનલ તૈયારીઓની તપાસ કરી રહ્યાં છે. બીજીતરફ અમેરિકાના નેતૃત્વવાળા સૈન્ય સંગઠન નાટો આ દિવસોમાં કાલા સાગરમાં ઓપરેશન સી બ્રિજના નામનો યુદ્ધાભ્યાસ કરી રહ્યો છે. રશિયાના વિરોધી દેશોના આ યુદ્ધાભ્યાસમાં 32 દેશોના લગભગ 5,000 સૈનિક અને 32 યુદ્ધ જહાજ સામેલ છે. તેથી તે ગુસ્સામાં છે. 

બ્રિટનનો દાવો, સરહદમાં હતું વહાણ
તો બ્રિટને પાછલા બુધવારની ઘટના વિશે કહ્યું કે, તેનું વહાણ ડિફેન્ડર આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત યાત્રા રસ્તેથી નિયમિત પરિચાલન પર હતું અને ક્રીમિયાની નજીક યૂક્રેનની જળ સીમામાં હતું. દુનિયાના મોટાભાગના દેશોની જેમ બ્રિટન પણ ક્રીમિયાને યૂક્રેનનો ભાગ માને છે જ્યારે રશિયાએ આ દ્વીપકલ્પને અલગ કરી દીધો છે. 

રશિયાની ચેતવણી
રશિયાએ ડિફેન્ડરના પગલાની નિંદા કરતા તેને ભડકાવનારૂ ગણાવ્યું અને ચેતવણી આપી કે હવે પછી જો તેણે રશિયાની સેનાના સંકલ્પની પરીક્ષા લેવાનો પ્રયાસ કર્યો તો ઘુષણખોરી કરનારા વહાણને નિશાન બનાવી શકાય છે. યૂક્રેનની સાથે ચાલી રહેલી રસ્સાકશી સાથે જોડાયેલા એક સવાલ પર પુતિને કહ્યુ કે, રશિયા અને યૂક્રેનના લોકો લાંબા સમયથી એકબીજા સાથે જોડાયેલા છે પરંતુ યૂક્રેનનું નેતૃત્વ રશિયા સાથે વેર ભાવ રાખે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news