AMC ને સી પ્લેન રમકડું લાગે છે, વોટર એરોડ્રામની જગ્યા છેલ્લી ઘડીએ બદલવાનો વારો આવ્યો

સી પ્લેન પ્રોજેક્ટને આખરી ઓપ આપવાના સમયે જ તંત્રને યાદ આવ્યું કે, વોટર એરોડ્રામની જમીન નીચેથી ઈન્ટરસેપ્ટર લાઈન પસાર થઈ રહી છે

AMC ને સી પ્લેન રમકડું લાગે છે, વોટર એરોડ્રામની જગ્યા છેલ્લી ઘડીએ બદલવાનો વારો આવ્યો

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :AMC ને સી પ્લેન જાણે કોઈ રમકડુ લાગે છે. તેથી જ સી પ્લેન જેવા મોટા પ્રોજેક્ટમાં પણ ગંભીરતાથી કામ લઈ નથી. 31મી ઓક્ટોબરે પીએમ મોદી સી પ્લેન (sea plane) નુ ઉદઘાટન કરવાના છે. સી પ્લેનની જેટ્ટી માટે યુદ્ધ ધોરણે કામ ચાલી રહ્યુ છે. અને કેનેડાથી સી પ્લેન આવવાની તૈયારીમાં જ છે, તે પહેલા જ amc ની ગંભીર બેદાકારી સામે આવી છે. ટેકનિકલ ખામીના કારણે  વોટર એરોડ્રામની જગ્યા છેલ્લી ઘડીએ બદલવાનો વારો આવ્યો છે. સી પ્લેનનો વોટર એરોડ્રામનું સ્થળ પશ્ચિમથી પૂર્વ તરફ ખસેડાય તેવી શક્યતા છે. 20 ઓક્ટોબર સુધી તમામ કામગીરી પૂર્ણ કરવાનો ટાર્ગેટ હતો. સી પ્લેન પ્રોજેક્ટને આખરી ઓપ આપવાના સમયે જ તંત્રને યાદ આવ્યું કે, વોટર એરોડ્રામની જમીન નીચેથી ઈન્ટરસેપ્ટર લાઈન પસાર થઈ રહી છે. જોકે, આ કામગીરી માટે Amcના અધિકારી અને એન્જિનિયર્સ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો.  

આ પણ વાંચો : લિંબડીની પેટાચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો ઉમેદવાર, જાણો કોણ લડશે ભાજપ સામે ચૂંટણી?

પશ્ચિમ કિનારે બિલ્ડીંગ ઉભુ કરાયા બાદ પૂર્વ કિનારે માંગવામાં આવી જગ્યા 
સી પ્લેન એરો ડ્રોમ મામલે મોટા સમાચાર આવ્યા છે. હાલની જગ્યાના બદલે અન્ય જગ્યા ફાળવવા દરખાસ્ત કરાઈ છે. એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગેની દરખાસ્ત ગઈકાલે આવી છે. નારિક ઉડ્ડયન વિભાગ દ્વારા amc પાસે નદીના પૂર્વ કિનારે જગ્યા માંગવામા આવી છે. હયાત સ્થળ પર ડ્રેનેજની ઇન્ટરસેપ્ટર લાઈન હોવાથી નવી જગ્યાની માંગ કરાઈ છે. હાલમાં ઉભું કરાયેલું બાંધકામ ભવિષ્યમાં ખસાવવું પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. 

આ પણ વાંચો : Flipkart પર સ્માર્ટ TVમાં 50% ઓફર, જોઈ લો કઈ બ્રાન્ડનુ કયું મોડલ મળી રહ્યુ છે સસ્તામાં...

તપાસ અને સરવે કર્યા વગર જ બાંધકામ કરાયું 
હાલ રિવરફ્રન્ટમાં પશ્ચિમ કિનારે આંબેડકર બ્રિજ નજીક સી પ્લેનની વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે. નવી જમીન ફાળવવા અંગે amc કારોબારી સમિતિએ મંજૂરી આપી દીધી છે. 3730.36 ચો. મીટર જમીન ફાળવવામાં આવી છે. આ નિર્ણય બાદ તમામ ઓપરેશન નદીના પૂર્વ કિનારેથી થશે. હાલ તમામ કામગીરી પશ્ચિમ કિનારે કરાઈ રહી છે. ત્યારે પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ થયા બાદ ભવિષ્યમાં પૂર્વ કિનારેથી સંચાલન થવાની પ્રબળ શક્યતા દેખાઈ રહી છે. ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે પૂરતી તપાસ અને સર્વે કર્યા વગર જ બાંધકામ શરૂ કરી દેવાયું? લોકાર્પણ કરવાની ઉતાવળમાં શું પૂરતી તપાસ ન કરવામાં આવી? હયાત સ્થળે ડ્રેનેજ છે તે અંગે amc અને ઉડ્ડયન વિભાગ વચ્ચે કોઈ સંકલન ન થયું? ગત મહિને ઉચ્ચ અધિકારીઓએ સ્થળની વિઝિટ કરી હતી. ત્યારે કેમ આ મામલો ધ્યાનમાં ન આવ્યો? ઉભી કરાયેલી ટર્મિનલ ઇમારતનો ખર્ચ કોણ ભોગવશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news