Corona Update: હાંફી રહ્યો છે કોરોના!, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે 

એવું લાગી રહ્યું છે કોરોનાની રસી (Corona Vaccine) આવતા પહેલા તો કોરોના હાંફી જશે. ધીરે ધીરે કોરોના (Corona Virus) ના કેસ અને મૃત્યુમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 63,371 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 73,70,469 પર પહોંચ્યો છે. 

Corona Update: હાંફી રહ્યો છે કોરોના!, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે 

નવી દિલ્હી: એવું લાગી રહ્યું છે કોરોનાની રસી (Corona Vaccine) આવતા પહેલા તો કોરોના હાંફી જશે. ધીરે ધીરે કોરોના (Corona Virus) ના કેસ અને મૃત્યુમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 63,371 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 73,70,469 પર પહોંચ્યો છે. જેમાંથી 8,04,528 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.  રાહતની વાત એ છે કે 64,53,780 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાથી એક જ દિવસમાં 895 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,12,161 થયો છે. 

અત્યાર સુધીમાં કુલ 10,28,622 નમૂનાનું પરીક્ષણ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં કુલ 10,28,622 નમૂનાનું પરીક્ષણ થયું છે. જેમાંથી 9,22,54,927 નમૂનાનું ટેસ્ટિંગ ગઈ કાલે હાથ ધરાયું હતું. 

Total case tally stands at 73,70,469 including 8,04,528 active cases, 64,53,780 cured/discharged/migrated cases & 1,12,161 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/tWjy8XjI0c

— ANI (@ANI) October 16, 2020

સ્વસ્થ લોકોએ વર્ષ 2022 સુધી જોવી પડશે વેક્સિનની રાહઃ WHO
એક તરફ જ્યાં દુનિયા આ વર્ષના અંત કે આગામી વર્ષની શરૂઆત સુધી કોરોના વેક્સિન  (Coronavirus Vaccine) આવવાની આશા રાખીને બેઠા છે, સ્વસ્થ લોકોએ વેક્સિન માટે 2022 સુધી રાહ જોવી પડી શકે છે. સૌથી પહેલા વેક્સિન હેલ્થ વર્કર્સને અને તેવા લોકોને આપવામાં આવશે જેને ઇન્ફેક્શનનો ખતરો વધુ હશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન  (WHO)એ આ વિશે જાણકારી આપી છે કે વેક્સિન માટે કોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઓનલાઇન આયોજીત એક સવાલ-જવાબ કાર્યક્રમમાં WHOના ચીફ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથન  (Soumya Swaminathan)એ કહ્યું કે, વર્ષ 2021ના આખરી સુધી એક અસરકાર વેક્સિન જરૂર આવી જશે પરંતુ તેની માત્રા સીમિત હશે. 

— ANI (@ANI) October 16, 2020

તો જોવી પડશે લાંબી રાહ
સ્વામિનાથને પ્રાથમિકતા વિશે જણાવ્યું, 'મોટાભાગના લોકો તે વાતથી સહમત હશે કે સૌથી પહેલા હેલ્થવર્કર, ફ્રન્ટલાઇન વર્કર્સથી શરૂઆત કરવામાં આવશે પરંતુ ત્યાં પણ જોવામાં આવશે કે કોને કેટલો ખતરો છે. ત્યારબાદ વૃદ્ધોને અને પછી તે રીતે આગળ.' તેમણે કહ્યું કે, ઘણા બધા નિર્દેશ આપવામાં આવશે પરંતુ તેને લાગે છે કે એવરેજ વ્યક્તિ, યુવા સ્વસ્થ વ્યક્તિને 2022 સુધી રાહ જોવી પડી શકે છે. 

Some states/UTs are performing better and reporting much lower deaths/million population than the national average: Ministry of Health pic.twitter.com/axXU5SoYUX

— ANI (@ANI) October 16, 2020

પહેલા કોને મળશે?
સ્વામિનાથને કહ્યું કે, કોઈએ એટલી માત્રામાં આ વેક્સિન બનાવી નથી જેટલી જરૂર પડવાની છે. તેથી 2021મા વેક્સિન તો હશે પરંતુ સીમિત માત્રામાં. તેથી એક ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું છે જેનાથી નક્કી થઈ શકે કે દેશ આ વાતનો નિર્ણય કરશે કે પહેલા કોને વેક્સિન આપવાની છે. લોકોને લાગે છે કે પ્રથમ જાન્યુઆરી કે પ્રથમ એપ્રિલથી અમને વેક્સિન મળી જશે અને ત્યારબાદ બધુ સામાન્ય થઈ જશે. આમ થવાનું નથી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news