IPL 2020: આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર 5 બેટ્સમેન, લિસ્ટમાં 3 ભારતીય


આઈપીએલમાં દર વર્ષે એવા અલગ કારનામા થાય છે, જે આ લીગનું સ્તર દર વર્ષે આગળ વધારે છે. હંમેશા જોવા મળે છે કે આઈપીએલની દરેક સીઝનમાં કોઈને કોઈ બેટ્સમેન નવો કીર્તિમાન રચે છે.
 

IPL 2020: આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર 5 બેટ્સમેન, લિસ્ટમાં 3 ભારતીય

નવી દિલ્હીઃ આઈપીએલમાં દર વર્ષે એવા અલગ કારનામા થાય છે, જે આ લીગનું સ્તર દર વર્ષે આગળ વધારે છે. હંમેશા જોવા મળે છે કે આઈપીએલની દરેક સીઝનમાં કોઈને કોઈ બેટ્સમેન નવો કીર્તિમાન રચે છે. આઈપીએલના આ અનોખા રેકોર્ડ પર એક નજર કરીએ, આ ટૂર્નામેન્ટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર પાંચ બેટ્સમેનો પર. ખાસ અને ગર્વની વાત છે કે આ લિસ્ટમાં ત્રણ નામ ભારતીય બેટ્સમેનોના છે. 

1. કેએલ રાહુલ (KL Rahul)
ભારતીય ટીમના હાલના સમયમાં પોતાના અદ્ભુત ખેલનો નજારો દેખાડનાર બેટ્સમેન કેએલ રાહુલના નામે આઈપીએલની સૌથી અડધી સદી નોંધાયેલી છે. વર્ષ 2018મા આઈપીએલની સીઝન 11 દરમિયાન રાહુલે કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા દિલ્હી કેપિટલ્સને નિશાન બનાવ્યું અને માત્ર 14 બોલમાં 51 રનની આક્રમક ઈનિંગ રમી હતી. મોહાલીના મેદાન પર રમાયેલી આ ઈનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. 

2- યૂસુફ પઠાણ (Yusuf Pathan)
આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર એકમાત્ર ભારતીય યૂસુફ પઠાણે આ ટૂર્નામેન્ટમાં બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી છે. યૂસુફ પઠાણે આઈપીએલ-7 દરમિયાન પોતાની ટીમ કેકેઆરના ઘરેલૂ મેદાન ઈડન ગાર્ડન પર સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મોરચો ખોલતા માત્ર 15 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. પઠાણે આ મેચમાં 7 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 72 રન બનાવ્યા હતા. 

3- સુનીલ નરેન (Sunil Narine)
કેકેઆરના કમાલના ઓલરાઉન્ડર ખેલાડી સુનીલ નરેને આઈપીએલ ઈતિહાસમાં ત્રીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી છે. આઈપીએલની સીઝન-10મા નરેને આરસીબીની સામે વિસ્ફોટક બેટિંગ કરતા 15 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. તેણે પોતાની 54 રનની ઈનિંગમાં 4 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. 

4- સુરેશ રૈના (Suresh Raina)
મિસ્ટર આઈપીએલનો ખિતાબ હાસિલ કરનાર ચેન્નઈ સુપરકિંગ્સના સૌથી અનુભવી અને વિશ્વાસપાત્ર બેટ્સમેન સુરેશ રૈનાએ આઈપીએલની દરેક સીઝનમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. વર્ષ 2014ની આઈપીએલ દરમિયાન કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ ક્વોલિફાયરમાં રૈનાએ 25 બોલમાં 87 રનની આક્રમક ઈનિંગ રમી હતી. આ મેચમાં સુરેશ રૈનાએ પોતાના આઈપીએલ કરિયરની સૌથી ઝડપી અડધી સદી માત્ર 16 બોલમાં પૂરી કરી હતી. 

5- ક્રિસ ગેલ (Chris Gayle)
વેસ્ટ ઈન્ડિઝના ડાબા હાથના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનું નામ આઈપીએલમાં લગભગ દરેક રેકોર્ડમાં નોંધાયેલું છે. આ આધાર પર ગેલ આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવા મામલે પાંચમાં સ્થાન પર છે. વર્ષ 2013મા જ્યારે ગેલે 30 બોલમાં આઈપીએલની સૌથી ઝડપી સદી ફટકારી હતી, તે મેચમાં તેણે 17 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. ગેલે તે મેચમાં 66 બોલમાં અણનમ 175 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news