રૂપાણી સરકારમાં મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાએ જોર પકડ્યું, કોનું પત્તુ કપાશે અને કોણ નવુ આવશે?
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલની નિમણૂક થયા બાદ મંત્રીમંડળમાં ત્રણ નવા સભ્યો લેવાશે તેવી રાજકીય ચર્ચાએ જોર પકક્યું છે. ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણની અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. મંત્રીમંડળ નિવાસસ્થાનમાં કેટલાક બંધ મકાનની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. સ્વર્ણિમ સંકુલ 2 મંત્રીઓના માટે નિબંધ ઓફિસોની સાફ-સફાઈ કરવામાં આવતા મંત્રીમંડળ વિસ્તરણની શક્યતાઓની ચર્ચાએ જોર પકડ્યું છે. માર્ગ અને મકાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંત્રીમંડળ વિસ્તારના બંધ આવાસ અને સ્વર્ણિમ સંકુલ 2 ની બંધ ઓફિસની સાફ-સફાઇ નિયમિત રીતે સપ્તાહમાં એક વાર કરવામાં આવે છે. અમને હજુ સુધી મંત્રીમંડળ વિસ્તરણ સંદર્ભે કોઈ સૂચનાઓ મળી નથી.
CM રૂપાણીની IMAના તબીબોને અપીલ, કોરોનાની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવો
કોણ નવા મંત્રી બનશે, કોનુ મંત્રીપદ છીનવાશે તેવી ચર્ચાઓથી પાટનગરમાં રાજકીય માહોલ ગરમાયો છે. તો બીજી તરફ, ગઈકાલે કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરતા મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ બની હતી. ત્યારે સવાલ એ છે કે, તેની જાહેરાત ક્યારે થશે. સીઆર પાટીલ હાલ દિલ્હીમાં હાઈકમાન્ડને મળવા ગયા છે.
ગાંધીનગરમાં હાલ જે રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે, તેમાં મંત્રીમંડળમાં કયા નવા ચહેરાનો સમાવેશ થશે અને કયા ચહેરાની બાદબાકી થશે તે છે. ભાજપ પોતાની રણનીતિ મુજબ કોઈ નવા ચહેરાને પણ સામેલ કરી શકે છે. આવામાં મંત્રીઓના બંગલાની સાફસફાઈ શરૂ થતા નેતાઓમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે