ક્રિપ્ટોકરન્સીમાં નાણા કન્વર્ટ કરાવવા ફરી રહેલા વેપારીના 2 કરોડ રૂપિયા લૂંટાયા
Trending Photos
સુરત : જમીનનો સોદો કરવા સુરત આવેલા હૈદરાબાદના વેપાર ક્રિપ્ટોકરન્સી લેવાના ચક્કરમાં હતો ત્યારે ટોળકી 2 કરોડથી વધુની રકમ લૂંટીને ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના વરાછા પોલીસ સ્ટેશનની સામે શુક્રવારે બની હતી. શરૂઆતમાં વેપારીએ પોલીસ ફરિયાદ આપવાની ના પાડી દીધી હતી.
બીજી તરફ શનિવારે મોડીરાતે વેપારી જાતે પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા આવ્યો હતો. જેથી વરાછા પોલીસે 8થી વધારે લોકો સામે ફરિયાદ નોંધી તપાસ આદરી છે. પોલીસ પાંડેસરાના નાગસેનનગરથી 4 જણાને ઊંચકી લાવી છે. 2 કરોડની રકમ લૂંટી ટોળકી જેમાં ભાગી હતી તે સિયાઝ કાર પણ કબજે લેવાઈ છે.
હૈદરાબાદમાં પીપીએફ (પેઇટન્સ પ્રોટેકશન ફિલ્મ) જે મોંઘી કારોમાં ફિલ્મ લાગે છે તેનો વિનય જૈન વેપાર કરે છે. વિનય પિતાના મિત્ર પી.કે.ઝાએ વિનયને કહ્યું કે સુરતમાં લક્ઝરી કારોનું મોટું માર્કેટ છે. જેથી તેની પ્રોટેકશન ફિલ્મના કારખાના માટે જમીન લેવાની વાત કરી હતી. પી.કે. ઝાએ 7 કરોડની જમીન તેને 4 કરોડમાં આપવાની વાત કરી હતી. ફોર્ચ્યુનર કારમાં ડ્રાઇવર શ્રીનુને લઈ વિનય જૈન, સાર્થક જૈન, લક્ષ્મીનારાયણ અને વિવેકનો ભાઈ આકાશ સુરત આવ્યા હતા. તેઓ પહેલા પી.કે. ઝાના માણસ સુમન હરીપ્રસાદસીંગ મળ્યા હતા. જમીનની વાત કરવા વરાછા પોલીસ સ્ટેશન સામે સેન્ટ્રલ બઝારની ઓફિસમાં ગયા હતા.
નાણાં ક્રિપ્ટો કરન્સીમાં આપવાની વાત થયા બાદ કરન્સી ટ્રાન્સફર ન થતાં વેપારીએ નાણાં આપ્યા ન હતા. આ દરમિયાન માથાકૂટ થતાં ટોળકી લૂંટ કરીને કારમાં ભાગી છૂટી હતી. બીજી એવી આશંકા છે કે આ વેપારીઓ જે ફોર્ચ્યુનરમાં આવ્યા હતા તેમાં MLAનું બોર્ડ લગાડયું હતું. આ ઉપરાંત શુક્રવારે પોલીસ મથકે આવ્યા બાદ વિનય પરત થઈ ગયો હતો. પોલીસે ફરિયાદ આપવા કહેતાં તેણે આપઘાતની ધમકી પણ આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે