Work From Home ને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા નિર્દેશ, જાણો શું થયા ફેરફાર
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, સોમવારથી કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓની ઓફિસમાં હાજરી ફરી શરૂ કરી દેવામાં આવી છે. તેમણે રવિવારે કહ્યું કે કોરોના વાયરસના કેસમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, સોમવારથી કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓની ઓફિસમાં હાજરી ફરી શરૂ કરી દેવામાં આવી છે. તેમણે રવિવારે કહ્યું કે કોરોના વાયરસના કેસમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓફિસમાં સંપૂર્ણ હાજરી
કર્મચારી રાજ્ય મંત્રીએ કહ્યું, 'આજે મહામારીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને કોવિડના કેસોની સાથે સંક્રમણ દરમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતીકાલથી ઓફિસમાં સંપૂર્ણ હાજરી પુનઃસ્થાપિત કરવામાં આવશે અને કર્મચારીઓને કોઇપણ છૂટછાટ વિના સાત ફેબ્રુઆરી 2022 થી નિયમપણે ઓફિસમાં હાજર રહેવાનું રહેશે.
કોવિડના નિયમોનું પાલન કરતા રહો
તેમણે કહ્યું કે, વિભાગોના વડાઓએ સુનિશ્ચિત કરવું પડશે કે કર્મચારીઓ દરેક સમયે ફેસ માસ્ક પહેરે અને કોવિડના નિયમોનું પાલન કરે. 31 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી કેન્દ્રએ અન્ડર સેક્રેટરીના સ્તરથી નીચેના 50 ટકા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ કામ કરવાની વ્યવસ્થાને 31 જાન્યુઆરીએ 15 ફેબ્રુઆરી સુધી વધાર્યું હતું.
'વર્ક ફ્રોમ હોમ' હવે કોઈ વિકલ્પ નહી
સિંહે કહ્યું, "પરંતુ સંબંધિત વિભાગોના અભિપ્રાય લીધા પછી અને પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી, કર્મચારી અને તાલીમ વિભાગે એક નવું કાર્યાલય મેમોરેન્ડમ બહાર પાડ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તમામ સ્તરના તમામ કર્મચારીઓ આવતીકાલથી કોઈપણ છૂટછાટ વિના સાત ફેબ્રુઆરીથી ઓફિસમાં હાજર રહેવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે