પાલનપુરમાં રિક્ષા ચાલકે જ્વલનશીલ પ્રવાહી છાટી કર્યું અગ્નિસ્નાન

પોલીસ દ્વારા મેમો આપવાના મુદ્દે એક રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં જ જ્વલનશીલ પ્રવાહી છાટી અગ્નિસ્નાન કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર રીતે દાઝી ગયેલ રીક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

પાલનપુરમાં રિક્ષા ચાલકે જ્વલનશીલ પ્રવાહી છાટી કર્યું અગ્નિસ્નાન

અલકેશ રાવ, બનાસકાંઠા: બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પોલીસ દ્વારા મેમો આપવાના મુદ્દે એક રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં જ જ્વલનશીલ પ્રવાહી છાટી અગ્નિસ્નાન કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર રીતે દાઝી ગયેલ રીક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠાના પાલનપુરમાં એરોમા સર્કલ પાસે એક રીક્ષા ચાલકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બનાવમાં પોલીસકર્મીએ ઇમરાન સુમરા નામના રિક્ષા ચાલકને મેમો આપ્યો હતો. જે રીક્ષા ચાલકને છેલ્લા બે દિવસથી પોલીસ દ્વારા મેમો આપવામાં આવતો હોવાથી કંટાળેલા આ રીક્ષા ચાલકે પોતાની રિક્ષામાં જ જ્વલનશીલ પ્રવાહી છાટી અગ્નિસ્નાન કરી આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી.

જો કે આ ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત રીક્ષા ચાલકને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટના બાદ રિક્ષા ચાલક એસોસિએશનમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અને મોટી સંખ્યામાં રોષે ભરાયેલા રિક્ષા ચાલકોએ રેલી કાઢી કલેકટર કચેરીએ આવેદન આપવા દોડી ગયા હતા. આ મામલે ઈજાગ્રસ્ત રીક્ષા ચાલકના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news