દિવાળીના વેકેશનમાં પોળોના જંગલોમાં ફરવા જતા પહેલા સાવધાન, ખાસ વાંચજો આ અહેવાલ
Trending Photos
અમદાવાદ : જો દિવાળીના વેકેશનમાં પોળોના જંગલોમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હો તો સૌથી પહેલા આ સમાચાર વાંચી લેજો. વિજયનગરના પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે દિવાળીના તહેવારોમાં હરવા ફરવા પર પ્રતિબંધ કલેકટરે બે તબક્કામાં જાહેરનામુ બહાર પાડી પાબંધી ફરમાવી છે. દિવાળીના તહેવારોમાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના પોળો ફોરેસ્ટમાં જવાનું આયોજન કરતા હોય તો થોભી જજો. વિજયનગરના પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડીને પ્રવાસીઓ માટે પાબંધી ફરમાવી દીધી છે. આગામી ૧૫ દિવસ દરમ્યાન બે તબક્કાના પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર દ્વારા કોરોના મહામારીને લઈને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખીને પોળો પ્રવાસન વિસ્તારને પ્રતિબંધીત જાહેર કરી દેવામાં આવ્યો છે.વિસ્તારમાં બહારથી કોઈ પણ પ્રવાસી અહીં આવી શકશે નહીં અને અહી ફરી શકશે નહીં.આમ કરનારા પ્રવાસીઓ સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે.આ વિસ્તારમાં કાર અને મીની બસ કે લકઝરી બસની અવરજવર પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટર દ્વારા તા. ૧૪ મી નવેમ્બર થી ૨૨ નવેમ્બર સુધીના સળંગ ૮ દીવસ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.આ ઉપરાંત નવેમ્બર માસના અંતમાં ૨૮,૨૯ અને ૩૦ તારીખે એમ ત્રણ દિવસ માટે પ્રતિબંધ ફરમાવાયો છે.જિલ્લા કલેકટર સીજે પટેલે કહ્યુ હતુ કે, પ્રવાસીઓના આરોગ્યની સુરક્ષાની જાળવણી કરવી આવશ્યક છે.જેના આગોતરા પગલાના ભાગરુપે જાહેરનામુ બહાર પાડ્યુ છે.કોરોનાની સ્થિતી દરમ્યાનથી તેને નિયંત્રણ કરવામાં આવી રહ્યુ છે.શનિ-રવિવારની રજાઓમાં પણ અકુંશ દાખવવામાં આવી રહ્યો છે.આમ ભીડને ધ્યાને રાખીને પગલા ભરવામાં આવી રહ્યા છે.હવે કલેકટર ધ્વારા પોળોમાં પ્રદુષણના થાય અને સાથે કોરોના સંક્રમણ ના ફેલાય તેના માટે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે