શ્રીમંતનો પ્રસંગ કોરાણે મૂકીને સાત માસના ગર્ભ સાથે મોરબીના નર્સ બન્યા કોરોના વોરિયર્સ
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :સમગ્ર દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ છે ત્યારે આ મહામારીના સમયમાં પણ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સરકારી આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા પુનમબેન જોષી સમગ્ર મોરબી જિલ્લાની તમામ નર્સ બહેનો માટે પ્રેરણાદાયી છે. પૂનમ બેનને સાત માસનો ગર્ભ હોવા છતાં પણ કોરોનાની મહામારીમાં સતત કાર્યરત છે. તેમનું માનવું છે કે, ભલે અત્યારે પ્રેગનન્ટ હોય અને પેટમાં સાત માસનો ગર્ભ હોય, પરંતુ આવા કપરા કાળમાં રાષ્ટ્રની સેવા કરવાનો મોકો મળ્યો તે સૌથી મોટી ખુશી છે. કોરોના મહામારી વચ્ચે પોતાના શ્રીમંત પ્રસંગ મુલતવી રાખીને પણ તેઓ આરોગ્ય વિભાગની સેવામાં સતત જોડાયેલ રહ્યા છે. પૂનમબેનની નિષ્ઠા પૂર્વકની ફરજને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે અને સાથે સાથે ગર્વ પણ અનુભવી રહ્યા છે.
એકવાર નહિ, પણ વારંવાર ક્લિક કરીને આ video જોવાનું મન થશે
પૂનમબેનને ૭ માસનો ગર્ભ હોવા છતાં પણ પોતાની ચિંતા કર્યા વગર નર્સ તરીકે મોરબીની વીસીપરામાં આવેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે છે. હોસ્પિટલમાં સર્ગભા મહિલાઓની સમયસર નોંધણી, હોસ્પિટલમાં માતા અને બાળકની સંભાળ, ચિરંજીવી યોજના સહિત બાળકોને રસી આપવાની અને મમતા કાર્ડની નિભાવણી જેવી કામગીરી કરી રહ્યા છે.
આ નાનકડુ માટલું લાવી દેશે તમારી તમામ સમસ્યાઓનો એકઝાટકે અંત
મોરબીના વીસીપરામાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓને તપાસવા, બાળકોને રસી આપવી તેમજ ક્વોરેન્ટાઇન કરેલ વ્યક્તિઓના આરોગ્યની તપાસ કરવાની જેવી વિવિધ ફરજ બજાવી રહ્યાં છે. સમગ્ર દેશ ઘરમાં છે ત્યારે રાષ્ટ્રની સેવા કરવાનો મોકો મળ્યો છે તે મારા માટે સૌથી મોટી ખુશીની વાત છે તેવું આ સગર્ભા આરોગ્ય કર્મીનું કહેવું છે.
પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દર્દીઓની સેવા કરતાં પુનમબેન જોષી જેવા અનેક નર્સિંગ સ્ટાફ અને કોરોના વોરિયર્સને લાખો સલામ..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે