Low Sperm Count Symptoms: પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટે તો જોવા મળે છે આ 5 લક્ષણ, સમયસર ઓળખો નહીં તો પિતા નહીં બની શકો
વિશ્વ સ્વાસ્થ્ય સંગંઠનના જણાવ્યાં મુજબ એક સ્વસ્થ પુરુષના વીર્યના 1 મિલીલીટરમાં ઓછામાં ઓછા 15 મિલિયન શુક્રાણુ હોવા જોઈએ. જો તમારા શરીરમાં સ્પર્મ કાઉન્ટ ઓછા હોય તો આ એક ગંભીર વિષય છે. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઓછા હોવા પર અનેક લક્ષણો જોવા મળે છે. આજે અમે તમને આ લેખમાં પુરુષોમાં સ્પર્મ કાઉન્ટની કમીના લક્ષણો વિશે જણાવીશું.
Trending Photos
હાલના સમયમાં પુરુષોમાં ઈનફર્ટિલિટી એટલે કે વાંઝિયાપણાની સમસ્યા ઘણી ઝડપથી વધી રહી છે. તેનું એક મુખ્ય કારણ સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થવો એ પણ છે. જેને મેડિકલ ભાષામાં ઓલિગોસ્પર્મિયા(Oligospermia) કહે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગંઠનના જણાવ્યાં મુજબ એક સ્વસ્થ પુરુષના વીર્યના 1 મિલીલીટરમાં ઓછામાં ઓછા 15 મિલિયન શુક્રાણુ હોવા જોઈએ. જો તમારા શરીરમાં સ્પર્મ કાઉન્ટ ઓછા હોય તો આ એક ગંભીર વિષય છે. સ્પર્મ કાઉન્ટ ઓછા હોવાના કારણે પુરુષોમાં યૌન ઈચ્છાઓમાં કમી, કન્સીવ કરવામાં મુશ્કેલી અને શીઘ્રપતન જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવામાં આ સમસ્યાની જલદી સારવાર થાય તે પણ જરૂરી છે. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઓછા હોવા પર અનેક લક્ષણો જોવા મળે છે. આજે અમે તમને આ લેખમાં પુરુષોમાં સ્પર્મ કાઉન્ટની કમીના લક્ષણો વિશે જણાવીશું.
યૌન સમસ્યાઓ
સ્પર્મ કાઉન્ટ ઓછા થાય ત્યારે પુરુષોએ અનેક પ્રકારની જાતીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. યૌન ઈચ્છાઓમાં કમી, ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન, શીઘ્ર સ્ખલન, અને યૌન પ્રદર્શનમાં કમી એ વાતનો સંકેત છે કે તમારા સ્પર્મ કાઉન્ટ ઘટી રહ્યા છે. એટલે કે શુક્રાણુઓની સંખ્યા ઘટી રહી છે. આવી સ્થિતિમાં તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
ગર્ભધારણ કરવામાં મુશ્કેલી
પુરુષોમાં ઈન્ફર્ટિલિટી કે પાર્ટનરને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી જોવા મળતી હોય તો પણ તે સ્પર્મ કાઉન્ટમાં ઘટાડાનું લક્ષણ હોઈ શકે છે. જો એક વર્ષ સુધી નિયમિત શારીરિક સંબંધ બનાવવા છતાં તમારી પત્ની ગર્ભધારણ ન કરી શકતી હોય તો આ સ્પર્મ કાઉન્ટમાં ઘટાડાનો સંકેત હોઈ શકે છે. જો કે કન્સીવ ન થઈ શકવા પાછળ બીજા પણ અનેક કારણ હોઈ શકે છે. આવામાં તમારે ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ.
અંડકોષમાં દુખાવો કે સોજો
અંડકોષમાં દુખાવો કે સોજો મહેસૂસ થવો એ પણ સ્પર્મ કાઉન્ટમાં ઘટાડાનો સંકેત હોઈ શકે છે. આ સિવાય અનેક પુરુષોને અંડકોષ એરિયામાં ગાંઠ જેવું પણ મહેસૂસ થઈ શકે છે. જો તમને આવા લક્ષણ મહેસૂસ થતા હોય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો.
વધુ પડતો થાક લાગવો
પુરુષોમાં વધુ પડતો થાક લાગવો એ પણ સ્પર્મ કાઉન્ટ ઘટવાના સંકેત હોઈ શકે છે. જો સારા ડાયેટ અને પૂરતા આરામ છતાં તમને આખો દિવસ થાક મહેસૂસ થતો હોય કે નબળાઈ લાગતી હોય તો તમારે ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ.
શરીર કે ચહેરા પર વાળ ઘટવા
જો કોઈ પુરુષના શરીર, ચહેરા કે અન્ય ભાગોમાં વાળ ઘટી રહ્યા હોય તો પણ તે સ્પર્મ કાઉન્ટ ઘટવાનો સંકેત હોઈ શકે છે. આ લક્ષણ ટેસ્ટોસ્ટેરોન અને અન્ય હોર્મોનના અસંતુલનનો સંકેત હોઈ શકે છે. આવા લક્ષણ જોવા મળે તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે