પાટીદારોમાં વાયુવેગે ફેલાયા આ સમાચાર, ખોડલધામ અને સરદારધામ વચ્ચેની બબાલ મોટી થઈ

Patidar Leader Attacked In Rajkot : સરદાર ધામના ઉપ પ્રમુખ જયંતી સરધારા પર જૂનાગઢના PIએ જીવલેણ હુમલો કર્યો હોવાનો ગંભીર આરોપ,,, ખોડલધામ અને સરદારધામના વિવાદ મુદ્દે PI સંજય પાદરિયાએ પૂર્વ કોર્પોરેટર અને ભાજપના નેતા પર કર્યો હુમલો 

પાટીદારોમાં વાયુવેગે ફેલાયા આ સમાચાર, ખોડલધામ અને સરદારધામ વચ્ચેની બબાલ મોટી થઈ

Rajkot News : રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતિ સરધારા પર હુમલો થવાની ઘટના બની છે. જૂનાગઢના પીઆઇ સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટના કણકોટ-મવડી રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટમાં આ બનાવ બન્યો હતો. જેમાં ખોડલધામ અને સરદારધામ વચ્ચે વેરઝેર છે, શા માટે ઉપપ્રમુખ બન્યો કહી હુમલો કર્યો હોવાની ચર્ચા પાટીદારોમાં વાયુવેગે ફેલાઈ છે. જયંતી સરધારા સરદારધામમાં ઉપપ્રમુખ છે. ત્યારે જયંતિ સરધારાને ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ ખોડલધામ અને સરદારધામનો વિવાદ રક્તરંજિત બન્યો છે. પૂર્વ કોર્પોરેટર ભાજપ અગ્રણી જયંતિ સરધારા પર હુમલાની ઘટના સામે આવી છે. રાજકોટના મવડી કણકોટ રોડ પર પાર્ટી પ્લોટમાં હુમલાની ઘટના બની હતી. જેમાં ખોડલધામ સાથે સંકળાયેલ પી.આઇ. સંજય પાદરીયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ જયંતી સરધારાએ કર્યો છે. જયંતિ સરધારા સરદારધામના ઉપપ્રમુખ બનતા જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના PI એ માર માર્યો હોવાનું તેમણે જણાવ્યું. આ બાદ જયંતિ સરધારાને લોહિયાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

ખોડલ ધામ અને સરદાર ધામ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને ઉદ્યોગપતિ જયંતિ સરધારા પર હુમલો થવાની ઘટના બનતા જ ચકચાર મચી ગઈ છે. જુનાગઢ ટ્રેનિંગ સેન્ટરના પીઆઈ સંજય પાદરીયાએ હુમલો કરતાં લોહી લુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ‘નરેશ પટેલની સામે તું થઈશ તો તને જાનથી મારી નાખીશ...’ તેવી ધમકી આપી હુમલો કર્યાનો આક્ષેપ તેઓએ કર્યો છે.

નરેશ પટેલના ઈશારે હુમલો થયો - જયંતિ સરધારા
પાટીદાર આગેવાન જ્યંતિ સરધારાએ હુમલા બાદ નિવેદનમાં જણાવ્યું કે, ખોડલધામ નરેશ પટેલના કહેવાથી હુમલો કરાયો છે. પીઆઈ સંજય પાદરિયાએ નરેશ પટેલનું નામ લઈ હુમલો કર્યો હોવાનું તેઓએ જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે, લેઉવા પટેલ સમાજના આગેવાનો ગદ્દારી કરી સરદારધામમાં જોડાયો છો કહી હુમલો કરાયો હતો.  

પીઆઈ સંજય પાદરીયા સામે ગુનો દાખલ
સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાની ઘટના બાદ જૂનાગઢ SRP પીઆઇ સંજય પાદરીયા પર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો છે. તાલુકા પોલીસે સંજય પાદરીયા સામે ગુનો દાખલ કર્યો.

આ ઘટનાને લઈને સરદાર ધામ અને ખોડલધામ સાથે સંકળાયેલા અગ્રણીઓ દ્વારા સમાધાનના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સવાર સુધીમાં સમાધાન થઈ જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે, પાટીદારોમાં આ સમાચાર વાયુવેગે ફેલાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news