ખતમ થતાં થતાં રહી ગયું ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીનું IPL કરિયર, આ ટીમે લાજ રાખી!
ipl 2025 mega auction: આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં ટીમ ઈન્ડિયાના એક ખેલાડીનું આઈપીએલ કરિયર ખતમ થતા થતાં રહી ગયું છે. આ ખેલાડીને ખુબ સસ્તી કિંમતમાં ખરીદવામાં આવ્યો હતો, જેની કોઈને પણ આશા નહોતી. આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા એવું માનવામાં આવતું હતું કે આ ખેલાડીનું આઈપીએલ કરિયર ખતમ થઈ જશે, પરંતુ એવું કંઈ થયું નહોતું.
Trending Photos
ipl 2025 mega auction: આઈપીએલ 2025ની મેગા ઓક્શનમાં ટીમ ઈન્ડિયાનો એક ખેલાડીનું આઈપીએલ કરિયર ખતમ થતા બચી ગયું હતું. આ ખેલાડી ખૂબ જ સસ્તા ભાવે વેચાયો હતો, જેની કોઈને અપેક્ષા નહોતી. આઈપીએલ 2025ની મેગા ઓક્શન પહેલા એવું માનવામાં આવતું હતું કે આ ખેલાડીની આઈપીએલ કારકિર્દી ખતમ થઈ જશે અને કોઈ ટીમ તેને કિંમત પણ નહીં આપે, પરંતુ આવું કંઈ થયું નહીં.
ખતમ થતાં બચી ગયું ટીમ ઈન્ડિયાના આ ખેલાડીનું IPL કરિયર
IPL 2025ની મેગા ઓક્શનમાં આ ખેલાડીનું લાજ બચી ગઈ છે. હવે આ ખેલાડી આઈપીએલ 2025ની સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા જોવા મળશે. લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણેને આઈપીએલ 2025ની સીઝન માટે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે 1.5 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો. અજિંક્ય રહાણે હવે IPL 2025 સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમશે. અગાઉ, અજિંક્ય રહાણે IPL 2023 અને IPL 2024 સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ હતો.
મળી ખૂબ સસ્તી કિંમત
તમને જણાવી દઈએ કે IPL 2025 સીઝન માટે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે 1.5 કરોડ રૂપિયામાં અજિંક્ય રહાણેને ખરીદ્યો હતો. આ પહેલા અજિંક્ય રહાણે IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 13 મેચમાં માત્ર 242 રન જ બનાવી શક્યો હતો. IPL 2024માં અજિંક્ય રહાણેના ખરાબ પ્રદર્શનને જોતા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે તેને આ વર્ષે રિલીઝ કર્યો હતો. જોકે, આઈપીએલ 2025 સીઝનની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે અજિંક્ય રહાણેને 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને તેની ડૂબતી આઈપીએલ કરિયર બચાવ્યું હતું.
16 મહિના પહેલા રમી હતી છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ
તમને જણાવી દઈએ કે અજિંક્ય રહાણેનો IPLમાં સ્ટ્રાઈક રેટ માત્ર 123.42 છે, જેના કારણે તે અસરકારક બેટ્સમેન લાગતો નથી. અજિંક્ય રહાણેએ અત્યાર સુધી 185 IPL મેચોમાં 30.14ની એવરેજથી 4642 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને 30 અડધી સદી સામેલ છે. અજિંક્ય રહાણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. અજિંક્ય રહાણેએ 16 મહિના પહેલા ભારત માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે