સરકારની 8 સેક્ટરમાં મોટા સુધારાની જાહેરાત, લાખો રોજગાર પેદા કરવા માટેની આ યોજના
આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજના ચોથા તબક્કાની જાણકારી આપતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ઘણા સેક્ટરની મજબૂતી માટે નીતિગત ફેરફાર કરવાની જરૂરિયાત છે.
Trending Photos
નવી દિલ્હી: આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજના ચોથા તબક્કાની જાણકારી આપતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ઘણા સેક્ટરની મજબૂતી માટે નીતિગત ફેરફાર કરવાની જરૂરિયાત છે. નાણા મંત્રીએ કહ્યું કે, આજે 8 સેક્ટર માટે મોટી જાહેરાત કરવામાં આવશે.
સરકાર તરફથી પહેલી મોટી જાહેરાત કોલસા ક્ષેત્ર માટે કરવામાં આવી છે. કોલસા ક્ષેત્રમાં કોમર્શિયલ માઈનિંગ થશે. સરકારનો એકાધિકાર ખતમ થશે. ઓછા ખર્ચે વધુ કોલસો મળશે. 50 હજાર કરોડ રૂપિયા કોલસા ક્ષેત્ર માટે આપવામાં આવશે. માઇનીંગ લીઝનું ટ્રાન્સફર થઈ શકશે. 500 માઇનિંગ બ્લોકની હરાજી કરવામાં આવશે.
નાણા મંત્રી તરફથી બીજી મોટી જાહેરાત ખનિજ ક્ષેત્ર માટે કરવામાં આવી છે. ખનિજ સેક્ટરમાં વિકાસની નીતિ અપનાવવામાં આવશે. માઇનીંગ અને મિનરલ સેક્ટરમાં સંરચનાત્મક સુધાર કરવામાં આવશે બોક્સાઇટ અને કોલસાના ક્ષેત્રમાં સંયુક્ત હરાજીની જોગવાઈ કરવામાં આવશે.
ત્રીજી મોટી જાહેરાત સંરક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવી છે. નાણા મંત્રીએ કહ્યું કે, સંરક્ષણ ક્ષેત્રમાં સરકારનું મેક ઈન ઇન્ડિયા પર ભાર છે. આપણી સેનાને અત્યાધુનિક હથિયારની જરૂરિયાત છે. સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે. ઓર્ડિનેન્સ ફેક્ટરી બોર્ડનું નિગમીકરણ કરવામાં આવશે. ઓર્ડિનેન્સ ફેક્ટરીના શેર બજારમાં લિસ્ટ થશે. ઘણા હથિયારોના આયત પર પ્રતિબંધ લગાવવામાં આવશે. આયાત નહી કરવામાં આવતા ઉત્પાદોનું લિસ્ટ બનશે. સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી હથિયારો માટે અલગથી બજેટની જોગવાઈ થશે.
ચોથી મોટી જાહેરાત વિમાન ક્ષેત્રને લઇને કરવામાં આવી છે. નાણા મંત્રીએ કહ્યું કે, વર્લ્ડ ક્લાસ લેવલના એરપોર્ટનો વિકાસ પીપીપી મોડલથી થશે. એરસ્પેસ વધારામાં આવશે. અત્યારે 60% એરસ્પેસ ખુલી છે. પીપીપી મોડલથી 6 એરપોર્ટ વિકસિત કરવામાં આવશે. એરસ્પેસ વધવાથી આવક વધશે.
નાણા મંત્રીએ કહ્યું કે, આપણે મુકાબલા માટે તૈયાર રહેવાનું છે. પીએમ મોદી મોટા સુધારાના પક્ષમાં છે. રોજગાર, ઉત્પાદનને ગતી આપવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. ભારત રોકાણ માટે પ્રથમ પસંદગી છે. આપણે આપણા ઉત્પાદોને વિશ્વસનીય બનાવવા પડશે. આપણો ફોકસ મૂળભૂત સુધારા પર છે. બેંક સુધારનો નિર્ણય દેશના હિતમાં લેવામાં આવ્યો છે.
નાણા મંત્રીએ કહ્યું કે, આત્મર્નિભર ભારત, મેક ઈન ઇન્ડિયા ખુબજ મહત્વના અભિયાન છે. વિદેશી રોકાણ માટે ભારતમાં સારી તક છે. ડીબીટી, જીએસટી જેવા સુધારા દેશ માટે મહત્વના છે. Is Of Doing બિઝનેસ પર ભારતનો સંપૂર્ણ ભાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે