Rajkot West Assembly Constituency:રાજકોટ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું! હવે લોહાણા કે કડવા પાટીદાર સમાજમાંથી કોને મળશે ટિકિટ?

Rajkot West Assembly Constituency:ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે શનિવારે મોડી સાંજે ચોથી યાદી જાહેર કરી હતી. જેમાં અનેક મોટા દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપવામાં આવી હતી. પરંતુ રાજકોટ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસનું કોકડું હજું ગૂંચવાયું છે. ભાજપે ડો. દર્શિતા શાહને ટીકીટ આપતા કોંગ્રેસ હવે સક્ષમ ઉમેદવાર ઉતારશે.

Rajkot West Assembly Constituency:રાજકોટ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું! હવે લોહાણા કે કડવા પાટીદાર સમાજમાંથી કોને મળશે ટિકિટ?

Rajkot West Assembly Constituency, ગૌરવ દવે/રાજકોટ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે શનિવારે મોડી સાંજે ચોથી યાદી જાહેર કરી હતી. જેમાં અનેક મોટા દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપવામાં આવી હતી. પરંતુ રાજકોટ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસનું કોકડું હજું ગૂંચવાયું છે. ભાજપે ડો. દર્શિતા શાહને ટીકીટ આપતા કોંગ્રેસ હવે સક્ષમ ઉમેદવાર ઉતારશે.

રાજકોટ પશ્ચિમ બેઠક પર કડવા પાટીદાર મનસુખ કાલરીયા અને લોહાણા સમાજમાંથી ગોપાલ અનડકટ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર કડવા પાટીદાર સમાજ, લોહાણા સમાજ અને બ્રહ્મ સમાજનું પ્રભુત્વ રહેલું છે. ભાજપે લોહાણા, બ્રાહ્મણને બદલે જૈન ઉમેદવારોને મેદાનમાં ઉતર્યા છે. બીજી બાજુ રાજકોટ પશ્ચિમ બેઠક ભાજપની પરંપરાગત બેઠક છે. બે દિવસથી લોહાણા સમાજને ટીકીટ આપવાની માંગ કરી રહ્યો છે. 

મહત્વનું છે કે, કોંગ્રેસ લોહાણા સમાજ કે કડવા પાટીદાર સમાજમાંથી કોને ટિકિટ આપશે? તેના પર સૌ કોઈની નજર છે. કડવા પાટીદાર સમાજમાંથી મનસુખ કાલરીયા લોહાણા સમાજમાંથી ગોપાલ ઉનડકટ પ્રબળ દાવેદાર મનાય છે. રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં બંને સમાજના મતદારોનું પ્રભુત્વ છે. બંને સમાજે ભાજપમાંથી ટિકિટ માંગી હતી, આ સીટ ભાજપનો ગઢ હોવાથી ભાજપે આ બેઠક પર જૈન સમાજને ટિકિટ આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news