T20 World Cup Final: આજે ઇંગ્લેન્ડ-પાક. વચ્ચે મહામુકાબલો, ફાઈનલમાં વરસાદ બની શકે છે વિલન!

T20 World Cup Final: ફરી એકવાર પાકિસ્તાનનો સાથ આપી શકે છે કિસ્મત. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આજ વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. આ મેચમાં વરસાદ વિલન બને તેવી સંભાવના છે. આ સ્થિતિમાં ફરી એકવાર 1992ની સ્ક્રિપ્ટ રિપીટ થાય તેવી પણ પુરેપરી સંભાવના છે.

T20 World Cup Final: આજે ઇંગ્લેન્ડ-પાક. વચ્ચે મહામુકાબલો, ફાઈનલમાં વરસાદ બની શકે છે વિલન!

T20 World Cup Final: કેપ્ટન બાબર આઝમની નજર રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાનાર ટી20 વિશ્વકપ ફાઇનલ 2022માં ફોર્મમાં ચાલી રહેલી ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની ટીમને જીત અપાવી પાકિસ્તાન ક્રિકેટરના 'હોલ ઓફ ફેમ'માં મહાન ક્રિકેટર ઇમરાન ખાનની સાથે સામેલ થવા પર હશે. 

આ પહેલા પાકિસ્તાને 2009માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો જ્યારે ઇગ્લેન્ડ 2010માં ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બની હતી. આ વખતે ઈંગ્લેન્ડને ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન પણ નબળી ટીમ નથી. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.

T20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાનની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. તે તેની પ્રથમ બે મેચ હારી ગઈ હતી. ઝિમ્બાબ્વે સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ પાકિસ્તાનની ટીમે જે રીતે પહેલા સેમીફાઈનલ અને હવે ફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે તેના કારણે ટીમના પ્રયાસોના વખાણ થઈ રહ્યા છે.

મેલબોર્નમાં રમાનારી ફાઈનલમાં વરસાદ વિલન બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આઇસીસીએ ઓસ્ટ્રેલિયાના વરસાદી વાતાવરણને જોતા રિઝર્વ ડે પણ રાખ્યો છે. જો રિઝર્વ ડે પણ વરસાદમાં ધોવાઈ જાય અને કોઈ કારણોસર ૧૦-૧૦ ઓવરની મેચ શક્ય ન બને તો બંને ટીમ સંયુક્ત વિજેતા જાહેર થશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે,રવિવારે મેલબોર્નમાં વરસાદ પડે તેની શક્યતા 95 ટકા જેટલી છે. તોફાની પવનોની સાથે ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. આશરે 15થી 25 મિમી વરસાદ પડે તો તેના કારણે મેચને અસર થાય તેવી શક્યતા પણ નકારી શકાય નથી. રિઝર્વ ડેમાં વરસાદની શક્યતા ઓછી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news