નરેશ પટેલ પર ગંભીર આરોપ, કહ્યું- ખોડલધામને રાજકીય અખાડો બનાવવા જઈ રહ્યા છે

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં એન્ટ્રી કરવી જોઇએ કે નહીં તેને લઇને રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે કડવા પાટિદાર અગ્રણી પોપટ ફતેપરા દ્વારા નરેશ પટેલ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે

નરેશ પટેલ પર ગંભીર આરોપ, કહ્યું- ખોડલધામને રાજકીય અખાડો બનાવવા જઈ રહ્યા છે

ગૌરવ દવે, રાજકોટ: ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં એન્ટ્રી કરવી જોઇએ કે નહીં તેને લઇને રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે કડવા પાટિદાર અગ્રણી પોપટ ફતેપરા દ્વારા નરેશ પટેલ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. કડવા પાટીદાર પોપટ ફતેપરા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, ઉમિયા માતાજી મંદિર સીદસર, ઊંઝા અને ગાંઠીલા આ તમામ જગ્યાએ પત્ર મોકલવામાં આવ્યો છે અને નરેશ પટેલને બંને મંદિરમાં પ્રવેશ ન આપવા માટે પત્ર લખવામાં આવ્યો છે.

નરેશ પટેલની બે ધારી નિતી અંગે તેમના દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આ પત્રની અંદર તેમના દ્વારા સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કડવા-લેઉવા એક મંચ પર આવવાથી ભાજપે 1 મુખ્યમંત્રી, 7 મંત્રીને સરકારમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રકારનો ગંભીર આક્ષેપ નરેશ પટેલ સામે કરવામાં આવ્યો છે. સાથે નરેશ પટેલ મિટિંગમાં લેઉવા અને કડવા નહીં પાટીદાર એક હોવાની વાત કરી છે. પરંતુ રાજકીય રીતે તેઓ મંત્રી મંડળમાં સ્થાન આપવા માટે, મુખ્ય ખાતા ફાળવવામાં આવ્યા નથી. આ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે.

લેઉવા-કડવાનો વિવાદ ઊભો રાખવાનો હોય તો નરેશ પટેલે પાટીદાર સમાજ નહીં પણ લેઉવા પટેલ સમાજ બોલવું પડશે. આ પ્રકારનો પણ ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે. કડવા પટેલ સમાજની ઊંઝા, સીદસર, ગાંઠિલાં સંસ્થાઓમાં ક્યારેય રાજકારણે સ્થાન આપવામાં આવ્યું નથી. ત્યારે નરેશ પટેલ રાષ્ટ્રવાદ અને પાટીદારોની જે વાત કરે છે અને આ મુદ્દાને આગળ લઇને ચાલવું પડશે. નરેશ પટેલ ખોડલધામને રાજકીય અખાડો બનાવવા જઈ રહ્યા છે. પત્રમાં આ પ્રકારના ઉલ્લેખ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news